ETV Bharat / city

વડોદરામાં કોરોનાનું ગ્રહણ લાગતા 11 મહિનામાં 100થી વધુ કોચિંગ ક્લાસિસ બંધ

વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે, ત્યારે વડોદરા શહેરમાં કોરોના કાળ દરમ્યાન 100 જેટલા કોચિંગ ક્લાસિસનાં પાટિયા 11 મહિનાની અંદર પડી ગયા છે. કેટલાક સંચાલકોએ તો પોતાનો વ્યવસાય પણ બદલી દીધો છે. ફીની આવક બંધ થતાં ક્લાસિસ સંચાલકોનાં લૉનનાં હપ્તા, ક્લાસનાં ભાડા અને પગાર સહિતનાં ખર્યાને તેઓ પહોંચી વળે તેમ નથી. જેને લઈને સંચાલકોએ સરકાર પાસે સહાયની પણ માંગ કરી છે.

કોરોના મહામારી
કોરોના મહામારી
author img

By

Published : Jan 23, 2021, 2:25 PM IST

  • ક્લાસિસ સંચાલકને મહિને સરેરાશ 40 હજારથી 1 લાખ રૂપિયા સુધીની ખોટ
  • સરકારની SOP મુજબ ક્લાસિસ ચલાવવાની સંચાલકોની તૈયારી
  • શહેરમાં આવેલા 3000 જેટલા કોચિંગ ક્લાસિસ પૈકી 100થી વધુ બંધ

વડોદરા: વિશ્વભરમાં ચાલી રહેલી કોરોના મહામારીને કારણે છેલ્લા 11 મહિનાથી ધંધા-રોજગારો બંધ હતા. જેની સીધી અસર અલગ-અલગ વ્યવસાયો પર પડી છે. જોકે, સૌથી વધુ અસર શિક્ષણક્ષેત્ર પર પડી છે. વડોદરા શહેરમાં આવેલા 2500થી 3000 જેટલા કોચિંગ ક્લાસિસ આવેલા છે. જે પૈકી 100થી વધુ કોચિંગ ક્લાસિસનાં 11 મહિનાની અંદર જ શટર પડી ગયા છે અને સંચાલકોને પોતાનો વ્યવસાય પણ બદલી નાંખવાનો વારો આવ્યો છે.

હપ્તાની ઉઘરાણીથી ક્લાસિસ સંચાલકો ત્રસ્ત

કોરોના કાળમાં 11 મહિનાથી વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવાની પ્રથા શરૂ થઈ છે. ત્યારે શિક્ષકોના કોચિંગ ક્લાસની અંદર હાલ માંખી મારવાના દિવસો આવી ગયા છે અને કોચિંગ ક્લાસિસ સદંતર બંધ થઈ ગયા છે. સંચાલકોને દર મહિનાનું ભાડું, લાઈટ બિલ અને વિવિધ લોનનાં હપ્તા સહિતની લૉન પણ ભરવાની હોવા છતાં આવક જ ન થતી હોવાથી તેઓની માનસિક શાંતિ હણાઈ ગઈ છે. હાલમાં એક ટ્યુશન ક્લાસિસનાં સંચાલકને દર મહિને સરેરાશ 40 હજારથી લઈને 1 લાખ સુધીની ખોટ ભોગવવી પડી રહી છે.

કોરોનાનું ગ્રહણ લાગતા 11 મહિનામાં 100થી વધુ કોચિંગ ક્લાસિસનાં પાટિયા પડ્યા

સ્કૂલની જેમ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને ક્લાસિસ શરૂ કરીશું

બરોડા એકેડેમિક એસોસિએશનના અગ્રણીએ જણાવ્યું હતું કે, સરકારે અલગ-અલગ વ્યવસાયોને છૂટછાટો આપી છે, ત્યારે સ્કૂલોની અંદર પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવીને વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે છે. ત્યારે કોચિંગ ક્લાસને પણ સરકાર દ્વારા 50 ટકા વિદ્યાર્થીઓને રાખીને ચાલુ કરવાની મંજૂરી આપે એવી પણ રજૂઆત કરી હતી અને કોચિંગ ક્લાસનાં સંચાલકો સરકારની SOP મુજબ સેનેટાઈઝર, સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનો ઉપયોગ કરશે તેમ જણાવ્યું હતું.

કોચીંગ કલાસના સંચાલકોને સરકારને સહાયની માંગ છેલ્લા 11 મહિનાથી ક્લાસિસ બંધ હોવાને કારણે કોચિંગ ક્લાસિસનાં સંચાલકોને ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. ત્યારે કોચિંગ ક્લાસિસનાં સંચાલકોએ સરકારને ઓછા વ્યાજદરની લોન આપે તેવી એક સહાયની માંગ કરી છે. જેના કારણે કોચિંગ ક્લાસમાં સંચાલકોને આ 11 મહિનાની અંદર જે ભાડું, લોન વગેરેનાં જે હપ્તા ભરવાનાં છે અને ઘર પણ ચલાવવાનું છે, તે બધામાં રાહત મળી શકે તેમ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.