ETV Bharat / city

વડોદરાના ભાયલી ખાતે પ્રધાનમંત્રી આવસોમાં લઘુમતીને મકાનો ફાળવતા ડભોઈના ધારાસભ્યએ નારાજગી દર્શાવી - Municipal Commissioner vadodra

પ્રધાનમંત્રી ગૃહ આવાસ યોજના હેઠળ વડોદરાના શહેરના ભાયલી ખાતે વિવિધ સ્કીમોમાં લધુમતી કોમના મકાનો ફાળવવામાં આવ્યા છે. જેને ફરીથી ફાળવવા પુનઃ વિચારણા કરી અન્ય સ્કીમમાં મકાન ફાળવવાની માંગ સાથે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં રજૂઆત કરી હતી.

પ્રધાનમંત્રી ગૃહ આવાસ યોજના
પ્રધાનમંત્રી ગૃહ આવાસ યોજના
author img

By

Published : Dec 29, 2020, 11:47 AM IST

  • મ્યુનિસિપલ કમિશ્નર ને લેખિત રજુઆત કરી
  • પુનઃ વિચારણા કરી અન્ય સ્કીમમાં ફાળવવા માંગ
  • હિન્દૂ બાહુલ વિસ્તારમાં લઘુમતીઓને આવસો આપતા વિસ્તારના રહીશોમાં રોષ
    લઘુમતીને મકાનો ફાળવતા ડભોઈના ધારાસભ્યએ નારાજગી દર્શાવી

વડોદરા શહેરના ભાયલી ખાતે વિવિધ સ્કીમોમાં લધુમતી કોમના લોકોને મકાનો ફાળવવામાં આવ્યા છે.ભાયલી ખાતે પ્રધાનમંત્રી આવસોમાં લઘુમતીને મકાનો ફાળવવામાં આવ્યા છે. ત્યારે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા નારાજગી દર્શાવી છે. આ અંગે મ્યુનિસિપલ કમિશનર પી સ્વરૂપને લેખિતમાં રજૂઆત કરી હતી.તેમણે જણાવ્યું હતું કે વુડા દ્વારા પ્રધાનમંત્રી ગૃહ આવાસ યોજના અંતર્ગત ઇ.ડબલ્યુ.એસ.2ના ભાયલી ખાતેના ટીપી 4 ફા.પ્લોટ નં. 180 ટીપી 3 ફા.પ્લોટ 112 અને 114 માં આવાસો બનાવવામાં આવ્યા છે.જેનો ડ્રો કરવામાં આવ્યો હતો.

વિસ્તારમાં રહેતા હિન્દુ લોકોની લાગણીઓ પણ દુભાયેલ

આ ડ્રો ના પરિણામ જોતા લધુમતિ કોમના વ્યકિતઓને પણ આ સ્કીમોમાં મકાન ફાળવવામાં આવેલ છે.આ વિસ્તારમાં હિન્દુ બહુલ એરિયા છે.તેમાં આ યોજના અંતર્ગત લધુમતિ કોમના વ્યકિતઓને મકાન ફાળવવાથી વિસ્તારના રહીશોમાં રોષ અને ગુસ્સો છે અને વિસ્તારમાં રહેતા હિન્દુ લોકોની લાગણીઓ પણ દુભાયેલ છે. વિસ્તારમાં સુલેહ શાંતી જળવાયેલી રહે તે માટે ત્યાના રહીશો દ્વારા અમને પત્ર થકી તેમની લાગણી વ્યકત કરી છે.

ભાયલીના રહીશોએ આ અંગે ધારાસભ્યને પત્ર લખ્યો,પરિસ્થિતિ વર્ણવી

સામાન્ય રીતે વુડાના અધિકારીઓની જવાબદારી બને છે કે, હિન્દુ બહુમતી વિસ્તારમાં લધુમતી લોકોને મકાન ફાળવાય નહી.મકાન લેવાનો લધુમતિ કોમના લોકોને પણ બંધારણની દ્રષ્ટિએ અધિકાર છે.પરંતુ વિસ્તારમાં સુલેહ શાંતી જળવાય તે માટે લધુમતિ કોમના લોકોની અલગથી આવાસ યોજના કરવું જોઇએ.જેથી એક કોમના વ્યકિતઓ એજ આખી સ્કીમમાં હોય તો બધી રીતે સુમેળ ભરેલું વાતાવરણ રહે.એક જ સ્કીમમાં ફાળવણી થવાથી ભવિષ્યમાં સુલેહ શાંતી જોખમાય તેવી સ્થિતિ પણ બની શકે છે.

લધુમતિ કોમના જ સમુદાય માટે સ્કીમ બહાર પાડીને તેઓને મકાન ફાળવવામાં આવે

વડોદરા મહાનગરપાલિકા દ્વારા આવાસ યોજનાઓમાં આ બાબતની સવિશેષ કાળજી લેવામાં આવી છે.ચોકકસ સમુદાયના લોકોને તેમના સમાજ સાથે રહી શકે તેવા આશયથી અલગ આવાસ સ્કીમમાં મકાનો ફાળવવામાં આવેલ છે.ત્યારે ભાયલી ટીપી 4 ફાયનલ પ્લોટ 180માં 90 જેટલા ટીપી 3 ફા.પ્લોટ 112 માં 23 જેટલા અને ટીપી 3 ફા.પ્લોટ 114માં 13 જેટલા લધુમતી કોમના વ્યકિતઓને મકાનો ફાળવવામાં આવેલ છે.તેઓને ફાળવેલ આ મકાનો રદ્દ કરી આ તમામ લોકોને એક અલગ સ્કીમમાં કે જયાં લધુમતિ કોમના જ સમુદાય માટે સ્કીમ બહાર પાડીને તેઓને મકાન ફાળવવામાં આવે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.