ETV Bharat / city

વડોદરાની 168 હોસ્પિટલ્સમાં ઓક્સિજનનો જથ્થો બંધ કરાતા ધારાસભ્ય કેતન ઈનામદારનો વિરોધ - લૉકડાઉન

વડોદરામાં પણ હવે કોરોનાની સ્થિતિ વણસી રહી છે. હાલમાં દરરોજ વડોદરામાં કોરોનાના કેસ 500થી વધારે આવી રહ્યા છે. ત્યારે વડોદરાના OSD ડોક્ટર વિનોદ રાવે 168 હોસ્પિટલોમાં ઓક્સિજનનો જથ્થો બંધ કરતા સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે વિરોધ કર્યો છે. તેમણે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને આ અંગે પત્ર લખી પરિપત્ર રદ કરવા માગ પણ કરી હતી. 168 હોસ્પિટલોને ઓક્સિજન બેડ હાલ પૂરતા બંધ કરવાનો નિર્ણય લીધો છે.

વડોદરાની 168 હોસ્પિટલ્સમાં ઓક્સિજનનો જથ્થો બંધ કરાતા ધારાસભ્ય કેતન ઈનામદારનો વિરોધ

author img

By

Published : Apr 26, 2021, 3:58 PM IST

  • વડોદરાના OSD વિનોદ રાવના પરિપત્રથી ભાજપના ધારાસભ્ય નારાજ
  • સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે OSDના પરિપત્રનો વિરોધ કર્યો
  • કેતન ઈનામદારે પરિપત્ર રદ કરવા મુખ્યપ્રધાનને પત્ર લખી રજૂઆત કરી
  • OSDએ વડોદરાના 168 હોસ્પિટલ્સમાં ઓક્સિજનનો જથ્થો બંધ કર્યો
  • સરકાર લૉકડાઉન લગાવશે તો જ કોરોનાની સાંકળ તૂટશેઃ કેતન ઈનામદાર

વડોદરાઃ OSD ડો. વિનોદ રાવના ઓક્સિજન અંગેના પરિપત્રનો સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે વાંધો ઉઠાવ્યો છે અને આ અંગે તેમણે મુખ્યપ્રધાનને પત્ર લખી આ પરિપત્ર પરત લઈ લેવા રજૂઆત કરી હતી.

કેતન ઈનામદારે પરિપત્ર રદ કરવા મુખ્યપ્રધાનને પત્ર લખી રજૂઆત કરી

શહેર-જિલ્લાની 168 હોસ્પિટલોમાં ઓક્સિજનનો પૂરવઠો બંધ કરાતા રોષ

શહેર માટે ખાસ ફરજ પરના અધિકારી OSD ડો. વિનોદ રાવે રવિવારે સાંજે ઓક્સિજનના પૂરવઠાના વિતરણને લઈને એક પરિપત્ર જાહેર કર્યો હતો. આ પરિપત્રનો સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે સખત વિરોધ કર્યો છે. અને હાલની વડોદરા શહેર અને જિલ્લાની કોરોનાના કારણે વિકટ બની રહેલી પરિસ્થિતિને લઈ રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીને પત્ર લખી પરિપત્ર રદ કરવાની માગણી કરી છે. જરૂર પડે તો કોરોનાની ચેઈન તોડવા લોકડાઉન કરવું પડે તો કરવાની હિમાયત પણ કેતન ઈનામદારે વ્યક્ત કરી હતી.

આ પણ વાંચોઃ બારડોલીના 2 ભાઈઓએ કોરોના દર્દીઓની સેવા માટે પોતાની ઇનોવા કારને બનાવી એમ્બ્યુલન્સ

વડોદરામાં કોરોનાની સ્થિતિ વધુ વણસે તેવી આશંકા હોવાથી ઓક્સિજન પરત આપવા માગ

આ અંગે માહિતી આપતા સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે જણાવ્યું હતું કે, ડો.વિનોદ રાવે જે પરિપત્ર બહાર પાડ્યો છે કે 168 હોસ્પિટલ કે જેમાં સાવલી, ડેસર વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની હોસ્પિટલોની સાથે-સાથે વડોદરા શહેરની હોસ્પિટલોને પણ અમુક કેટેગરીમાં વહેંચીને અને પછી અમુક ટકા 168 હોસ્પિટલોને ઓક્સિજન બેડ હાલ પૂરતા બંધ કરવાનો નિર્ણય લીધો છે. તેની સામે મારો સખત વાંધો છે. હું ચોક્કસ આ પરિપત્રનો વિરોધ કરીને રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીને પત્ર અને ઈ-મેલ દ્વારા તાત્કાલિક જણાવ્યું છે.

વડોદરાના OSD વિનોદ રાવના પરિપત્રથી ભાજપના ધારાસભ્ય નારાજ

આ પણ વાંચોઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે જામનગરથી ઓક્સિજનના 3 ટેન્કર મહારાષ્ટ્ર મોકલ્યા

વડોદરાને જેટલો ઓક્સિજનનો જથ્થો મળે છે તેટલો જ આપવા વિનંતી

મુખ્યપ્રધાનને જણાવવામાં આવ્યું છે કે, વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાની અતિ ગંભીર પરિસ્થિતિ છે અને આવનારા દિવસોમાં પણ આનાથી વધુ ગંભીર પરિસ્થિતિ આવી શકે તેવા એંધાણ વર્તાય છે. આ માટે આ પરિપત્ર પરત લઈ તાત્કાલિક ધોરણે વડોદરા શહેર અને જિલ્લાને જેટલો જથ્થો મળવાપાત્ર છે એ તમામ ઓક્સિજનનો જથ્થો પૂરો કરવા માટે મારી વિનંતી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.