ETV Bharat / city

માતાએ પાયલ ગીરવે મુકી પૈસા મોકલ્યાં, શ્રમિકો વતન જવા રવાના - કોરોના વાઈરસ વડોદરા

વિભિન્ન રાજ્યોમાં ફસાયેલા પરપ્રાંતિયોને પોત પોતાના વતન પરત મોકલવામાં આવી રહ્યાં છે, ત્યારે વડોદરામાં ફસાયેલા ઉત્તરપ્રદેશના શ્રમિકોને પોતાના વતન તરફ રવાના કરવામાં આવ્યાં હતાં.

Etv bharat
vadodara
author img

By

Published : May 6, 2020, 9:50 PM IST

વડોદરાઃ કોરોના વાઈરસને લઈ ચાલી રહેલા લોકડાઉનમાં અટવાઇ ગયેલા પરપ્રાંતીયોને વતન મોકલવા માટે તંત્ર દ્વારા ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. સરકાર દ્વારા પરપ્રાંતીયોને વિનામૂલ્યે વતન મોકલવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, પરંતુ આ પરપ્રાંતિયો પાસેથી ટિકિટના ભાડું, ભોજન અને પાણી માટે પૈસા લેવામાં આવી રહ્યાં હોવાનો ઘટસ્ફોટ વડોદરાના સમા પોલીસ મથકના પી.આઇ.એ કર્યો છે.

ETv
સમા પોલીસ સ્ટેશનના પી.આઇ. પી.ડી. પરમારે જણાવ્યું હતું કે, લોકડાઉનમાં વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં પરપ્રાંતિયોઓને રોકી દેવામાં આવ્યા હતા. ઉત્તરપ્રદેશના ગોરખપુરના 545 જેટલા પરપ્રાંતીયોને સમા સ્પોટ્સ કોમ્પ્લેક્ષ ખાતે ભેગા કરવામાં આવ્યા હતા અને ત્યાં તેઓનું મેડિકલ સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. આ સાથે તેઓને રેલવે ટિકિટની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. પરપ્રાંતીયો પાસેથી ટિકિટનું ભાડુ તેમજ ભોજન અને પાણીના પૈસા લેવામાં આવ્યા છે.
Etv

યુ.પી.ના વતની સુરેશે જણાવ્યું હતું કે, લોકડાઉનમાં અમે ફસાઇ ગયા હતા. અમે રોજ મજૂરી કામ કરીને રોજનું ગુજરાન ચલાવતા હતા. વતન જવા માટે મારી પાસે પૈસા પણ ન હતા. આથી વતનમાં માતાને ફોન કરીને પૈસા મંગાવ્યા હતા. માતા પાસે પણ પૈસા ન હોવાથી તેમણે પોતાના પાયલ(ઘરેણાં) ગીરવે મુકીને રૂપિયા 2 હજાર મોકલ્યા હતા.જે બે હજાર રૂપિયામાંથી 1200 રૂપિયા ટિકિટના ભાડા માટે મેં આપ્યા છે. સરકાર વિનામૂલ્યે વતન મોકલી રહ્યાં છે, તે અંગેની મને ખબર નથી. પરપ્રાંતીયોઓને વિનામૂલ્યે મોકલવાની સરકારની પોલ ખુલ્લી પડી ગઇ છે.

Etv

ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે પરપ્રાંતીયોને સરકારના ખર્ચે વતન મોકલવામાં આવી રહ્યા છે. બીજી બાજુ સરકારના જ પોલીસ વિભાગ દ્વારા પરપ્રાંતીયોઓને તેમના વતન મોકલવા માટે ટિકિટનું ભાડુ વસુલ કરવામાં આવ્યું હતું. સમા પોલીસ દ્વારા 545 પરપ્રાંતિયો પાસેથી 700થી લઇને 1200 રૂપિયા સુધીનો ભાડુ વસૂલ કરીને વતન મોકલવામાં આવતા સરકારની પરપ્રાંતીયોઓને વિનામૂલ્યે મોકલવાની પોલ ખુલ્લી પડી ગઇ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.