ETV Bharat / city

અમદાવાદ બાદ વડોદરામાં કરફ્યુ અંગે મીટિંગનો દોર શરુ - વડોદરા લોકડાઉન

અમદાવાદમાં કોરોના વિસ્ફોટ બાદ શનિ-રવિ સમગ્ર અમદાવાદમાં કરફ્યુ લાગતાં વડોદરા શહેરમાં તંત્ર દ્વારા મિટિંગોનો દોર શરૂ થઈ ગયો છે. શહેર મ્યુનિસિપલ કમિશનર સ્વરૂપે જણાવ્યા મુજબ કરફ્યુ માટે કોઈ પણ પ્રકારની વિચારણા કરવામાં આવી નથી.

વડોદરામાં કરફ્યુ અંગે મીટીંગનો દોર શરુ
વડોદરામાં કરફ્યુ અંગે મીટીંગનો દોર શરુ
author img

By

Published : Nov 20, 2020, 11:05 PM IST

  • સરકારના નિર્ણયને આવકારશે વેપાર વિકાસ એસોસિએશન
  • શહેરના નાગરિકોમાં કોરોના જાગૃતિનો અભાવ

વડોદરાઃ સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે અમદાવાદમાં કોરોના વિસ્ફોટ થતાં શનિવાર અને રવિવાર 2 દિવસ માટે અમદાવાદ શહેરમાં કરફ્યુ જાહેર કરવામાં આવ્યુ છે. આ દરમિયાન રાત્રે 9 થી 6 સુધી કરફ્યુનું કડક પણે પાલન કરવામાં આવશે.

વડોદરામાં કરફ્યુ અંગે મીટીંગનો દોર શરુ
વડોદરામાં કરફ્યુ અંગે મીટીંગનો દોર શરુ
વડોદરા શહેરની વાત કરવામાં આવે તો તંત્ર દ્વારા મિટિંગોનો દોર શરૂ કરવામાં આવ્યો છે. આરોગ્ય અધિકારીઓના અભિપ્રાય પણ લેવામાં આવી રહ્યા છે. શહેર કોર્પોરેશનના કમિશનર પી સ્વરૂપે જણાવ્યું હતું કે, કોરોના મહામારીના વધી રહેલા કેસો વચ્ચે રાત્રી કર્ફ્યુ લાદવાનો કોઇ ઇરાદો નથી. આ સાથે વધુમાં જણાવ્યું હતું કે, નાગરિકો જરૂર ના હોય તો બજારમાં નીકળવાનું ટાળે, જ્યારે હાલ હોસ્પિટલમાં બેડ ખાલી છે તેમજ પૂરતી સુવિધા છે. જેથી કોઈએ ગભરાવવાની જરૂર નથી. નાગરિકો બજારમાં નીકળે ત્યારે માસ્ક પહેરે અને સામાજિક અંતર પણ જાળવે તેવી અપીલ કરી હતી.
વડોદરામાં કરફ્યુ અંગે મીટીંગનો દોર શરુ
શહેર વેપારી એસોસિએશનનો સરકારને સહકારવડોદરા શહેરમાં વેપારી એસોસીએશનના અગ્રણી રમેશ પટેલે જણાવ્યું હતું કે, કોરોના કેસ વધી રહ્યા છે ત્યારે વેપારીઓ પણ છેલ્લા કેટલાક સમયથી મુશ્કેલીમાં છે સરકાર જે નિર્ણય લેશે તેમાં વેપારી એસોસિએશન તેમને સહકાર આપશેે. સમગ્ર શહેર વેપાર વિકાસ એસોસિએશનમાં શહેરના 70થી વધુ એસોસિએશન સાથે સંકળાયેલું છે. જેમાં 35 હજારથી વધુ દુકાનના વેપારીઓે જોડાયેલા છે. નાગરિકોએ પણ સરકારના નિર્ણયને આવકાર આપવો જોઈએ જે પણ નિર્ણય લે અને માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને સેનેટાઈઝેશન ઉપયોગ કરવો જોઈએ.શહેરના નાગરિકોમાં જાગૃતિનો અભાવઅમદાવાદમાં કરફ્યુની જાહેરાત બાદ વડોદરા શહેરની વાત કરવામાં આવે તો શહેરમાં હજુ પણ નાગરિકોમાં જાગૃતિનો અભાવ જોવા મળી રહ્યો છે. વડોદરા શહેરનું હાર્ટ સમાન ન્યાયમંદિર વિસ્તારમાં દુકાનોમાં ભીડ જામેલી છે. કોઈપણ પ્રકારનું સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં આવી રહ્યું નથી. અમદાવાદમાં કોરોના વિસ્ફોટ થયો છે ત્યારે વડોદરામાં પણ જો નાગરિકો જાગૃત નહીં થાય તો શહેરમાં પણ કોરોના વિસ્ફોટ થાય તેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.