વડોદરા : નેશનલ મેડિકલ કમિશનરે વર્ષ 2021-22ની યુજી-પીજીની બેચ માટે ડ્રાફ્ટ ગાઈડલાઈન જારી કરી છે, જેમાં મેડિકલના વિદ્યાર્થીઓને હિપોક્રેટસ ઓથની જગ્યાએ ચરક શપથ લેવાનું ફરમાન કરવામાં આવ્યું છે. એક તરફ સમગ્ર વિશ્વમાં હિપોક્રેટસ ઓથ લેવામાં આવે છે, ત્યારે નેશનલ મેડિકલ કમિશનરે ચરક શપથ લેવાનું ફરમાન જાહેર કરતા તબીબોમાં પણ અચરજ ફેલાયું છે. કેમકે આ જે ચરક શપથ છે વર્ષો જૂની છે. ત્યારે આ આધુનિક જમાનામાં ચરક શપથ ચાલુ કરવાના ફરમાનથી અચરજ ફેલાયું છે.
આ પણ વાંચો: કેન્દ્રના સર્જરી અંગેના નિર્ણયનો આઇએમએ કરી રહી છે વિરોધ, નીમાનો જોરદાર જવાબ
IMA ગુજરાત શાખા પાસે નથી આવ્યો પરિપત્ર
ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની (Indian Medical Association) ગુજરાત શાખાના પ્રમુખ ડો. પરેશ મજબુદારે ETV BHARAT સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, ચરક શપથ લેવાની વાત ધ્યાને આવી છે. જોકે, આ અંગે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનની નેશનલ બોડી તરફથી ગુજરાત શાખાને કોઈ પરિપત્ર આવ્યો નથી. નેશનલ બોડી તરફથી જે ગાઈડલાઈન આવશે તે અંતર્ગત ગુજરાત શાખા તરફથી આગામી સમયે નિર્ણય લેવામાં આવશે. હાલમાં IMA ગુજરાત શાખા દ્વારા ચરક શપથ લેવાના ફરમાનનો વિરોધ નથી કરવામાં આવતો પણ સાથે સાથે તેને સમર્થન પણ આપવામાં આવી રહ્યું નથી.
આ પણ વાંચો: ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની હડતાલમાં ભરૂચના તબીબો પણ જોડાયા
મેડિકલના વિદ્યાર્થીએ પરિવારને લેવો પડશે દત્તક
મેડિકલના વિદ્યાર્થીએ એક પરિવારને દત્તક લેવો (Medical student must adopt family) પડશે. જેમાં તેમણે ઉઠતા, બેસતા, ખાતા, પીતા, બોલતા જેવી બાબતો શીખવાડવી પડશે. ત્યારે મેડિકલના વિદ્યાર્થી માટે હવે આ જ કામ રહ્યું છે? તેવા પણ તબીબોના મનમાં સવાલ ઉઠી રહ્યા છે. આ નિર્ણયનો આગામી સમયમાં વિરોધ થાય તો નવાઈ નહીં.