ETV Bharat / city

વડોદરાના છાની વિસ્તારમાં પરણિતાએ કરી આત્મહત્યા - vadodra police

વડોદરા શહેરના છાણી વિસ્તારમાં પરિણીતાએ સાસરિયાના ત્રાસથી કંટાળી ગળાફાંસો ખાઇને આત્મહત્યા કર્યાના સમાચાર સામે આવ્યા છે. ફતેગંજ પોલીસે પરિણીતાને આત્મહત્યા કરવા માટે મજબૂર કરનાર સાસરી પક્ષના 4 સભ્યોની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરાના છાની વિસ્તારમાં પરણિતાએ કરી આત્મહત્યા

author img

By

Published : Jun 1, 2021, 3:15 PM IST

  • પરિણીતાએ ગળે ફાંસો ખાઇને કર્યો આત્મહત્યા
  • સાસરીયાના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનો ભાઇએ કર્યો આક્ષેપ
  • પોલીસે સાસરીયા પક્ષના 4 લોકોની કરી ધરપકડ

વડોદરાઃ રાજસ્થાનની રહેવાસી 27 વર્ષીય યુવતી રેખાના લગ્ન વર્ષ-2010 દરમિયાન લક્ષ્મીલાલ તૈલી સાથે સમાજના રીતરિવાજ મુજબ થયા હતા. ત્યારબાદ પતિ-પત્ની વડોદરા શહેરમાં વસવાટ કરીને સરકારી અનાજની દુકાન ચલાવતા હતા. લગ્નના એક વર્ષ બાદ સાસરિયાએ યુવતીને શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતુ. જોકે વડીલોની મધ્યસ્થી બાદ મામલો થાળે પડ્યો હતો. ત્યારબાદ પણ સાસરિયાઓએ ઝઘડો કરીને મારપીટ ચાલુ રાખી હતી. દરમિયાન 30 મેના રોજ રેખાબેને ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી.

વડોદરાના છાની વિસ્તારમાં પરણિતાએ કરી આત્મહત્યા
વડોદરાના છાની વિસ્તારમાં પરણિતાએ કરી આત્મહત્યા

આ પણ વાંચોઃ ડીસા તાલુકાના માણેકપુરા ગામે પ્રેમી યુગલે ગળે ટુંપો ખાઈ કરી આત્મહત્યા

ભાઇએ બહેનના સાસરીયાઓ પર કર્યો આક્ષેપ

મૃતક પરિણીતાના ભાઈએ સાસરી પક્ષના લક્ષ્મીલાલ, રૂપલાલજી, વરજુબેન રૂપલાલ, અંસી પિન્ટુભાઇ અને લીલાબેન ઓમ પ્રકાશ વિરુદ્ધ બહેનને આત્મહત્યા કરવા માટે મજબૂર કરી હોવાનો આક્ષેપ મૂકીને ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફતેગંજ પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી આજે મંગળવારે પરિણીતાના સાસરીયાના 4 વ્યક્તિઓની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચોઃ Suicide:ચાણસ્મા નજીક નર્મદા કેનાલમાં માતા-પુત્રીએ માસૂમ ભાણી સાથે મોતની છલાંગ લગાવી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.