ETV Bharat / city

વડોદરા સયાજી હોસ્પિટલમાં કોરોના સારવાર સુવિધા હેઠળ એક તબીબની કરવામાં આવી મેરેથોન સારવાર

author img

By

Published : Nov 6, 2020, 11:43 PM IST

ડો.મહેશ રાવજીભાઈ પટેલ પોતાનું દવાખાનું ચલાવે છે. કોરોનાની જડબેસલાક પકડમાં આવી ગયેલા આ 69 વર્ષના ડોકટરની સયાજી હોસ્પિટલના કોરોના વોર્ડમાં લગભગ છેલ્લા 36 દિવસથી સઘન સારવાર કરવામાં આવી રહી છે. જો કે, અત્યંત ગંભીર કહી શકાય એવી હાલતમાં દાખલ થયેલા આ તબીબ હવે લગભગ કોરોના મુક્ત થઈ ગયા છે.

વડોદરા સયાજી હોસ્પિટલમાં કોરોના સારવાર સુવિધા હેઠળ એક તબીબની કરવામાં આવી મેરેથોન સારવાર
વડોદરા સયાજી હોસ્પિટલમાં કોરોના સારવાર સુવિધા હેઠળ એક તબીબની કરવામાં આવી મેરેથોન સારવાર
  • કોરોના સારવાર સુવિધા હેઠળ એક તબીબની કરવામાં આવી મેરેથોન સારવાર
  • 36થી વધુ દિવસની સઘન સારવાર પછી ડો.મહેશભાઈ કોરોનાની જડબેસલાક પકડમાંથી લગભગ મુક્ત થયા
  • 69 વર્ષની ઉંમરના આ તબીબ કહે છે કે તબીબો, સ્ટાફ મારા જેવા દર્દીઓની પોતાના માતાપિતાની જેમ સારસંભાળ લે છે
  • હું એકદમ સિરિયસ અને ક્રિટીકલ પોઝિશનમાં ખૂબ ખરાબ હાલતમાં સયાજીમાં આવ્યો હતો: ડો.મહેશભાઈ

વડોદરાઃ શહેરમાં કોરોના મહામારીના કારણે અનેક લોકો તેના ભરડામાં આવી ગયા છે અને કોરોનાએ અનેક લોકોનો ભોગ પણ લીધો છે. કોરોના મોટા ભાગે 35થી મોટી ઉંમરના લોકોને વધારે અસર કરે છે. તેવો જ એક દાખલો વડોદરાથી આવ્યો છે. વડોદરાના એક ડોક્ટર કોરોનાની ચપેટમાં આવી ગયા હતા અને તેમને ખરાબ હાલતમાં સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યા તેમની સારવાર કરવામાં આવી હતી. જો કે, ડોક્ટરને ઘણી બીજી બીમારીઓ પણ હતી અને તેમની ઉંમર પણ 69 વર્ષ જેટલી છે, તેથી તેમને કોરોનામાં રિકવર થવામાં થોડો સમય લાગી ગયો હતો અને ડોક્ટરે સયાજી હોસ્પિટલનો પોતાનો અનુભવ પણ શેર કર્યો હતો.

ડો. મહેશભાઇ પટેલે પોતાના અનુભવો શેર કર્યા

ડો.મહેશ પટેલે જણાવ્યું કે, અહીં 35/36 દિવસની સારવાર પછી હવે ઘણું સારું લાગે છે, મેં મારા પરિચિતોને કોરોનાની સારવાર માટે સયાજી હોસ્પિટલમાં જવાની ભલામણ કરી છે. અહીંના તબીબો અને સ્ટાફ મારા જેવા વડીલ દર્દીની,પોતાના માતાપિતાની સારવાર કરતાં હોય એટલા જ સ્નેહથી સારવાર કરે છે અને અમને આગ્રહ કરીને જમાડે છે. અહોભાવ વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું કે, અહીંના તબીબો, નર્સિંગ સ્ટાફ અને સફાઈ સેવકો એક ટીમની જેમ રાત દિવસ કામ કરે છે. ડોકટરો તો અદભૂત કામ કરે છે, મને વિચાર આવે છે કે રાતદિવસ કામ કરતા આ લોકો ક્યારે ભોજન લે છે એ જ મને સમજાતું નથી. તેમણે કહ્યું કે, મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં કોરોનાની સારવારનું ઘણું સારું કામ થયું છે. સરકારે લોકોને નચિંત રાખ્યા છે.

ડો.મહેશ તેમના દર્દીઓની સારી એવી ચાહના પામ્યા, દવાની સાથે એ દર્દીઓની દુવા પણ તેમને ફળી

ડોકટર દવા કરે છે, ભરસક પ્રયત્નો કરે છે એનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે, દર્દીઓએ સારવાર કરતા તબીબોને સહયોગ આપવો જોઈએ, તેઓ કહે તે પ્રમાણે સારવારની સૂચનાઓનો અમલ કરવો જોઈએ. ડો.મહેશભાઈ તેમના દર્દીઓની સારી એવી ચાહના પામ્યા છે. દવાની સાથે એ દર્દીઓની દુવા પણ તેમને ફળી છે. હાલમાં તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. એટલે તેમને ખાસ રૂમમાં રાખીને દેખરેખ હેઠળ સારવાર ચાલુ રાખવામાં આવી છે. તેમને હાલમાં શ્વાસને સ્થિર કરવા થોડો-થોડો ઓકસીજન આપવામાં આવી રહ્યો છે. જેની પણ આગામી ત્રણ ચાર દિવસ પછી જરૂર નહિ રહે એવું ડો.બેલીમનું કહેવું છે. ડો. મહેશ પટેલ એક દાખલો છે. તેમના જેવા મોટી ઉંમરના, અન્ય સહરોગો ધરાવતા સંખ્યાબંધ દર્દીઓને સયાજી હોસ્પિટલમાં સમર્પિત અને નિશુલ્ક સારવાર આપીને કોરોના મુક્ત કરવામાં આવ્યા છે. ટીમ સયાજીએ સરકારી આરોગ્ય સેવાની વિશ્વસનીયતા વધારી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.