વડોદરા આગામી ગણતરીના દિવસોમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીની (BJP program in Manjalpur) તારીખ જાહેર થનાર છે. ત્યારે તમામ રાજકીય પક્ષો દ્વારા મતદારોને રીઝવવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. ગુજરતામાં છેલ્લા 22 વર્ષથી ભાજપનું એકહથ્થુ શાસન છે. ભાજપના નેતાઓ કે તેના કાર્યકરો સામે પોલીસ અથવા તો સરકારી તંત્ર આંખ ઉપાડે તેવા કિસ્સા જવલ્લેજ જોવા અને સાંભળવા મળે છે. આવું જ કંઇ વડોદરાની માંજલપુર વિધાનસભાના કાઉન્સીલરોનો એક જાહેર કાર્યક્રમમાં બન્યું છે. જેમાં જાહેર મંચ પરથી દ્વારકેશલાલજી સહિત અનેક ધર્મગુરુઓએ અપમાનિત પરિસ્થિતિમાં મંચ છોડવું પડ્યું હતું. (BJP councilor program closed in Vadodara)
ભાજપ કાઉન્સીલરની ઐસી કી તૈસી આમ તો વડોદરના પોલીસના અનેક વખાણવા લાયક કિસ્સાઓએ છે. પરંતુ તેના કરતા (police stopped BJP program) વધુ વડોદરા પોલીસના વિવાદોના કિસ્સાઓ ઘણા છે. અગાઉના કિસ્સાઓ ઉપર પ્રકાશ ન પાડતા સોમવારે માંજલપુર વિસ્તારમાં બનેલી ઘટના ઉપર પ્રકાશ પાડીયે તો, માંજલપુર પોલીસના PI પી.કે. દેસાઈ અને તમની ટીમ દ્વારા ભાજપ કાઉન્સીલર કલ્પેશ પટેલના જાહેર કાર્યક્રમની ઐસી કી તૈસી બોલાવી નાખી હતી, વાત અહીંયા અટકતી નથી. (Manjalpur police BJP councilor program closed)
પોલીસે કાર્યક્રમ કરાવ્યો બંધ મળતી માહિતી મુજબ માંજલપુર પોલીસ સહિત ACP કલ્પેશ સોલંકી અને તેમની ટીમ પણ સ્થળ ઉપર (Police closed BJP program in Vadodara) હાજર હતી. તેવામાં PI વી.કે દેસાઇએ કાયદાનું ભાન ભૂલી ગયેલા ભાજપ કાઉન્સીલરને ભાન અપાવ્યું હતું. જેમાં કલ્પેશ પટેલ ઉર્ફે જય રણછોડા દ્વારા ઇવા મોલની સામે જાહેર રસ્તો રોકી પોલીસની મંજૂરી વિના સ્ટેજ અને રસ્તા ઉપર ખુરશીઓ મૂકી કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જે અંગેની જાણ માંજલપુર પોલીસને થતાં કાફલો સ્થળ ઉપર પહોંચ્યો અને મંજૂરી વિનાનો ભાજપ કાઉન્સીલરનો કાર્યક્રમ બંધ કરાવી દીધો હતો.(Manjalpur Assembly Council controversy)