વડોદરા: વડોદરાના બાવચાવાડ ધોબી ક્રબસ્તાનમાં (vadodara bavchavad dhobi kabristan) અંતિમક્રિયા કરવા આવેલા લોકોને દારૂની પેટી (Liquor In Vadodara) મળી આવી છે. જે બાદ તેઓએ તાત્કાલિક સ્થાનિક પોલીસનો સંપર્ક કર્યો છે. રાજ્યમાં કહેવા માટે તો દારૂબંધી છે, તેમ છતાં રાજ્યમાં દારૂની રેલમછેલ છે. ત્યારે વડોદરામાં પણ દારૂ સહિતના વ્યસનનું દુષણ વધી રહ્યું છે. આજરોજ વડોદરાના કબ્રસ્તાનમાંથી દારૂની પેટી મળી આવવાની એક શરમજનક ઘટના સામે આવી છે.
કબ્રસ્તાનમાં દારૂની ફેંકેલી બોટલો પણ મળી
પાણીગેટ પોલીસ સ્ટેશન (vadodara panigate police station)ના હદ વિસ્તારમાં આવેલા બાવચાવાડ ધોબી કબ્રસ્તાનમાં સ્વજનની અંતિમક્રિયા માટે આવેલા પરિવારને દારૂ ભરેલી પેટી મળી આવી હતી. પેટી મળી આવતા તે લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. જાણ થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો અને વધુ કાર્યવાહી હાથ ધરી છે. દારૂની પેટીની સાથે સાથે અનેક ખાલી બોટલો પણ જ્યાં ત્યાં પડેલી હાલતમાં જોવા મળી હતી. આ કારણે કબ્રસ્તાનમાં નશાખોર તત્વો દ્વારા દારૂની મહેફિલો ચાલતી હોવાની વાતે જોર પકડ્યું છે.
બુટલેગરો દ્વારા અંતિમક્રિયાની જગ્યાઓનો ઉપયોગ?
શહેરમાં દારૂ પકડાવાની ઘટનાઓ ઓછી થઈ રહી નથી. હવે આ મામલે પોલીસ કાર્યવાહીમાં શું સામે આવે છે તેના પર સૌ કોઇની નજર રહેલી છે. કબ્રસ્તાનમાં દારૂ (Alcohol in the cemetery In Vadodara) પકડાવવાની ઘટના સામાન્ય રીતે સામે આવતી નથી. હવે બુટલેગરો અંતિમક્રિયા માટે ઉપયોગમાં લેવાતી જગ્યાઓને પણ પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કરતા થયાનો અંદાજો આ ઘટના પરથી લગાડી શકાય છે.