પ્રિય કાના,
પ્રભુ આજે આપનો પ્રાગટ્ય દિવસ છે. આપને પત્ર દ્વારા વિનંતી છે કે હવે આ સૃષ્ટિને ફરીથી પાછી હતી એવી હસતી-રમતી અને સ્વસ્થ બનાવવા વિનંતી છે. બીજુ કે સૃષ્ટિ પર જે વિનાશલીલા, સંહારલીલા ચાલે છે એ પણ આપની દયાથી બંધ થાય.. આપના બધા જ બાળકો ફરીથી પોતપોતાના કાર્યો શરૂ કરી શકે, આપના દર્શન કરી શકે, આપને ગીત-સંગીત સંભળાવી શકે.
લિ.
અતુલ પુરોહિત(ગાયક કલાકાર)
જન્માષ્ટમી નિમિત્તે વડોદરાના ગાયક કલાકાર અતુલ પુરોહિતનો ભગવાન શ્રીકૃષ્ણને પત્ર
આજે 30 ઓગસ્ટ સોમવારના રોજ જન્માષ્ટમીનો પર્વ છે. ગયા વર્ષે આ પર્વની ઉજવણી કોરોનાના કારણે થઇ ન હતી. ત્યારે આ વર્ષે કોરોનાના કેસ ઘટતા સરકારે કોરોનાની ગાઇડલાઇનને અનુસરીને ઉજવણીમાં છૂટછાટ આપી છે. ત્યારે વડોદરાના ગાયક કલાકાર અતુલ પુરોહિતે જન્માષ્ટમીના પ્રસંગે ભગવાન શ્રીકૃષ્ણને એક પત્ર લખીને પોતાની લાગણી વ્યક્ત કરી છે.
ભગવાન શ્રીકૃષ્ણને પત્ર