ETV Bharat / city

વડોદરા પોલીસને કલંકિત કરનાર વડોદરા LCB પોલીસ કોન્સ્ટેબલ્સ સસ્પેન્ડ, બૂટલેગરો સાથે સાંઠગાઠનો કેસ - બૂટલેગરો સાથે સાંઠગાઠનો કેસ

વડોદરા શહેરમાં પોલીસ દ્વારા બુટલેગર પાસેથી રુપિયા લેવાતાં હોવાના મામલામાં ડીસીપીએ પગલાં લીધાં છે. તરસાલીમાં બુટલેગર પાસેથી પોલીસકર્મી રૂપિયા લેતાં હોવાનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો. LCB ઝોન 3ના બે જવાનોને ફરજ મોકુફ કરવામાં આવ્યાં છે. LCB Police Constable suspended , took money from bootlegger vadodara , Social Media Video Viral .

વડોદરા પોલીસને કલંકિત કરનાર વડોદરા LCB પોલીસ કોન્સ્ટેબલ્સ સસ્પેન્ડ, બૂટલેગરો સાથે સાંઠગાઠનો કેસ

author img

By

Published : Sep 1, 2022, 3:14 PM IST

વડોદરા પોલીસ ખાખી પહેરેલી દરેક વ્યક્તિ બેઇમાન હોય છે તેવુ કહેવુ યોગ્ય નથી. કારણ કે હજી પણ ડીપાર્ટમેન્ટમાં પ્રામાણિક અધિકારીઓ અને જવાનો ફરજ બજાવી રહ્યાં છે. પરંતુ અમુક લાંચિયા પોલીસ કર્મીઓના કારણે સમગ્ર પોલીસ ડીપાર્ટમેન્ટની છબી ખરડાતી હોય છે. આવા કિસ્સાઓમાં જે પ્રમાણે વડોદરા શહેર ઝોન-3 દ્વારા ત્વરીત એકશન લઇ વડોદરા LCB પોલીસ કોન્સ્ટેબલ્સ સસ્પેન્ડ કરી આ પ્રકારની પ્રવૃત્તિઓ કરતા પોલીસ કર્મીઓ માટે દાખલો બેસાડતો કિસ્સો છે.

બુટલેગર પાસેથી પોલીસકર્મી રૂપિયા લેતાં હોવાનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો

બુટલેગર પાસેથી રૂપિયા લેવાનો બન્નેનો વીડિયો વાઇરલ થયો હતો વડોદરા શહેરના ચાર ઝોનમાં તાજેતરમાંજ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ બનાવવામાં આવી હતી. જેમાં ઝોન-3 એલસીબીમાં ફરજ બજાવતા હેડ કોન્સટેબલ અજયસિંહ અને દેવેન્દ્રનો એક વીડિયો વાઇરલ થયો હતો. જેમાં આ બન્ને પોલીસ કર્મીઓ બુટલગેર પાસેથી રુપિયા લીધાં જે કેમેરામાં કેદ થયા હતા.

આ પણ વાંચો ખુલ્લેઆમ ધમધમતી મદિરા માર્કેટ, વિડીયો વાયરલ

ડીસીપીએ પોતે કરી તપાસ જોતજોતામાં આ વીડિયો અંગેની જાણ ઉચ્ચ પોલીસ અધિકારીઓને પણ થઇ હતી. જેથી તાત્કાલીક ધોરણે ડીસીપી ઝોન 3ના તાબા હેઠળની એલસીબીની તપાસ ડીસીપી યશપાલ જગાણીયાએ પોતે હાથ ધરી હતી અને ત્વરીત એકશન લઇ આ પ્રકારની પ્રવૃત્તિઓ કરતા પોલીસ કર્મીઓ માટે લાલબત્તી દેખાડી હતી.

આ પણ વાંચો વડોદરામાં પોલીસ જવાનોનો રૂપિયા લેતો વિડીયો વાયરલ થતા ચકચાર

ફરજ પરથી મોકૂફ કરાયા વીડિયોમાં જોવા મળતા પોલીસ કર્મીઓ અજયસિંહ અને દેવેન્દ્રએ બુટલેગર પાસેથી રૂપિયા લઇ પોતાના ખીસ્સામાં મુક્યા તે સ્પષ્ટ જોવા મળતુ હતું આ બનાવના બે વીડિયો વાઇરલ થયા હતાં. જે બન્નેની ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં એલસીબીમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ અજયસિંહ અને દેવેન્દ્ર બન્ને કસુરવાર ઠેરાતા તેઓને તાત્કાલીક ફરજ પરથી મોકૂફ કરવાનો ડીસીપી ઝોન 3 યશપાલ જગાણીયાએ હુકમ કર્યો છે.LCB Police Constable suspended , took money from bootlegger vadodara , Social Media Video Viral , એલસીબી પોલીસ સસ્પેન્ડેડ, વડોદરામાં બૂટલેગર પાસેથી પૈસા લીધાં , સોશિયલ મીડિયા વિડીયો વાઇરલ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.