ETV Bharat / city

વડોદરામાં ભેદી સંજોગોમાં ગુમ થયેલી મહિલા આચાર્યનો મૃતદેહ મળી આવ્યો - ગુમ થયેલી

વડોદરાઃ શહેરના સમા વિસ્તારના વેલેરીયન ફેલ્ટ્સમાં રહેતા 35 વર્ષીય ભાર્ગવીબહેન આશિષકુમાર સુથાર બાજવા વિસ્તારની મહિરેવા શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતાં હતાં. ગત તારીખ 27 નવેમ્બર, બુધવારના રોજ સવારે 10 વાગે તેઓ પોતાની સ્કૂટી લઈને શાળાએ જવાનું કહી નિકળ્યા હતા. જે બાદમાં ભેદી સંજોગોમાં ગુમ થઈ ગયા હતાં.

Missing female principal's dead body were found under mysterious circumstances in Vadodara
Missing female principal's dead body were found under mysterious circumstances in Vadodara
author img

By

Published : Nov 30, 2019, 9:51 AM IST

વડોદરા ગત બુધવારે ભેદી સંજોગોમાં ગુમ થયેલી બાજવાની મહિરેવા શાળાની યુવા મહિલા આચાર્યનો મૃતદેહ શુક્રવારે સાવલીના લાંછનપુરા ગામ ખાતે મળી આવ્યો હતો.

પરિવારજનોએ ભાર્ગવીબહેનની શોધખોળ કર્યા બાદ બનાવ અંગે સમા પોલીસ મથકમાં ગુમ થવા અંગેની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસમાં ભાર્ગવીબહેનનું લાસ્ટ લોકેશન સાવલીનું લાંછનપુરા ગામ મળી આવ્યું હતું. પોલીસે તેના આધારે તેમની શોધખોળ હાથ ધરી હતી.

આ દરમિયાનમાં શુક્રવારે લાંછનપુરા ગામ પાસેથી ભાર્ગવીબહેનની સ્કૂટી બિનવારસી હાલતમાં મળી આવી હતી. જેને પગલે મહિસાગર નદીમાં શોધખોળ કરતાં પોલીસને મહિલા આચાર્યનો મૃતદેહ મળી આવ્યો હતો. સાવલી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી, મૃત્યુનું કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરાઈ છે. તેમજ સમા પોલીસને બનાવ અંગે જાણ કરી હતી.

Intro:વડોદરા ગત બુધવારે ભેદી સંજોગોમાં ગૂમ થયેલી બાજવાની મહિરેવા શાળાની યૂવા મહિલા આચાર્યનો મૃતદેહ આજરોજ સાવલીના લાંછનપુરા ગામ ખાતે મળી આવ્યો હતો.

Body:સમા વિસ્તારના વેલેરીયન ફેલ્ટ્સમાં રહેતાં 35 વર્ષિય ભાર્ગવીબહેન આશિષકુમાર સુથાર બાજવા વિસ્તારની મહિરેવા શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતાં હતાં. ગત તા. 27 નવેમ્બરને બુધવારના રોજ સવારે 10 વાગ્યે તેઓ પોતાની સ્કૂટી લઈને શાળાએ જવાનું કહીને નિકળ્યા હતાં. અને બાદમાં ભેદી સંજોગોમાં ગૂમ થઈ ગયા હતાં.

Conclusion:પરિવારજનોએ ભાર્ગવીબહેનની શોધખોળ કર્યા બાદ બનાવ અંગે સમા પોલીસ મથકમાં ગૂમ થવા અંગેની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસમાં ભાર્ગવીબહેનનું લાસ્ટ લોકેશન સાવલીનું લાંછનપુરા ગામ મળી આવ્યું હતું. પોલીસે તેના આધારે તેમની શોધખોળ હાથ ધરી હતી.

દરમિયાનમાં આજે લાંછનપુરા ગામ પાસેથી ભાર્ગવીબહેનની સ્કૂટી બિનવારસી હાલતમાં મળી આવી હતી. જેને પગલે મહિસાગર નદીમાં શોધખોળ કરતાં પોલીસને મહિલા આચાર્યનો મૃતદેહ મળી આવ્યો હતો. સાવલી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી, મૃત્યુના કારણ અંગે વધુ તપાસ હાથ ધરી હતી. તેમજ સમા પોલીસને બનાવ અંગે જાણ કરી હતી.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.