- વોર્ડ નંબર 03માં પ્રાથમિક સુવીધાઓનો અભાવ
- આ વોર્ડમાં ચારેય ભાજપના કાઉન્સિલર
- રોડ રસ્તા, પીવાના પાણી જેવી અનેક સમસ્યા
વડોદરાઃ કોર્પોરેશનના વોર્ડ નંબર 03 વિસ્તારમાં ફતેગંજ, કારેલીબાગ, સમાં, હરણી સહિતના વિસ્તારની સોસાયટીઓનાનો સમાવેશ થાય છે. તેમાં ચારેય ભાજપના કાઉન્સિલર છે. જેમાં ભાજપમાંથી રીપીટ કરેલા ડૉ. રાજેશ શાહ, પરાક્રમસિંહ જાડેજા, છાયાબેન ખરાડી, રૂપલબેન મહેતા ઉમેદવાર છે.
પુરના સમયે પાણી ઘરમાં ઘૂસી જાય છેઃ સ્થાનિક
વડોદરા શહેરના ફતેગંજ કારેલીબાગ અને હરની વિસ્તારની સોસાયટીઓમાં સમાવેશ વોર્ડ નંબર ત્રણ આવેલો છે. આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે. ત્યારે આ વિસ્તારમાં કેટલા અને ક્યાં કામો થયા તેમજ કેટલા કામો બાકી છે તેને લઈ સ્થાનિકોએ ETV ભારત સાથે ચર્ચા કરી હતી. સ્થાનિક લોકોનું કહેવું છે કે, ચૂંટણીટાણે ઉમેદવારો આવ્યાં છે. તમામ સુવિધાઓ પુરી પાડવા ના વચન આપ્યા હતા. સ્માર્ટ સિટીના સપના તો વર્ષોથી દેખાડયા છે, પરંતુ વોર્ડ નંબર ત્રણમાં તો રોડ રસ્તાની સમસ્યા, પૂરતા પ્રમાણમાં પીવાના પાણીની સમસ્યા, તેમજ પુરના સમયે પાણી ઘરમાં ઘૂસી જાય છે જેવી અનેક સમસ્યાઓ છે.
નગરસેવકોને અનેક વખત મૌખિક અને લેખિત રજૂઆત કરવામાં આવી
સ્થાનિકોએ વધુમાં જણાવ્યું કે, ડોર તું ડોરની ગાડીઓ અમુક ચોક્કસ વિસ્તારમાં જાય છે અને ગાડી આવે છે તો માત્ર પાંચ જ મિનીટ ગાડી ઉભી રહે છે, જેથી કોર્પોરેશનને વિનંતી છે કે ગાડી 15 મિનિટ ઉભી રહે જેથી અહીં જે ગંદકીની સમસ્યા છે તે દુર થઈ શકે છે. વર્ષોથી નગરસેવકોને મૌખિક અને લેખિત રજૂઆત કરવામાં આવી છે, પરંતુ મત મેળવ્યા બાદ કોઈ કોર્પોરેટર ફરકતું પણ નથી તેમ સ્થાનિકોએ આક્ષેપ પણ કર્યો હતો.