ETV Bharat / city

વડોદરામાં કરજણ પોલીસે વિદેશી દારૂના કન્ટેનર સાથે 2 આરોપીની કરી ધરપકડ - કરજણ પોલીસ

વડોદરા: કરજણ પોલીસે સનીયાદ ,શરૂપુર ટીંબી ગામ જવાના કાચા રસ્તા ઉપરથી વિદેશી દારૂ ભરેલા કન્ટેનર સાથે રાજસ્થાનના 2 ઈસમોની ધરપકડ કરી છે. પોસીલે આરોપી પાસેથી 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ETV BHARAT
કરજણ પોલીસે વિદેશી દારૂના કન્ટેનર સાથે 2 આરોપીની ધરપકડ કરી
author img

By

Published : Jan 21, 2020, 6:09 PM IST

કરજણ તાલુકાના સનીયાદ અને શરૂપુર ટીંબી ગામ જવાના માર્ગે કાચા રસ્તા ઉપરથી મોટાપાયે વિદેશી દારૂની હેરાફેરી અંગેની બાતમીના આધારે કરજણ પોલીસે વોચ ગોઠવી હતી. દરમિયાન એક કન્ટેનર પસાર થતાં તેને અટકાવી પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસને ઈલેક્ટ્રીક સામાન ભરેલા બેરલોની વચ્ચે વિદેશી દારૂની 3,984 પેટીઓ મળી આવી હતી. જેથી પોલીસે રાજસ્થાનના કમલકિશોર રાજપૂત અને રાજીવકુમાર જાટની ધરપકડ કરી હતી.

કરજણ પોલીસે વિદેશી દારૂના કન્ટેનર સાથે 2 આરોપીની ધરપકડ કરી

પોલીસે વિદેશી દારૂનો જથ્થો, ઈલેક્ટ્રીક સામાન ભરેલા બેરલો, મોબાઈલ અને રોકડ મળી કુલ 1,38,29,753 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Intro:વડોદરા કરજણ પોલીસે સનીયાદ ,શરૂપુર ટીંબી ગામ જવાના માર્ગે ભૂખીનાળા પાસેના ખેતરોના કાચા રસ્તા ઉપરથી વિદેશી શરાબના જથ્થા ભરેલા કન્ટેનર સાથે રાજેસ્થાનના બે ઈસમોને 1 કરોડથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

Body:કરજણ તાલુકાના સનીયાદ અને શરૂપુરટીંબી ગામ જવાના માર્ગે આવેલ ભૂખીનાળા પાસે ખેતરોમાં જવાના કાચા રસ્તા ઉપરથી મોટાપાયે વિદેશી શરાબની હેરાફેરી થવાની છે.જે ચોક્કસ માહિતી મળતાં કરજણ પોલીસે વોચ ગોઠવી હતી.દરમિયાન એક કન્ટેનર પસાર થતાં તેને અટકાવી પોલીસે તલાશી લેતા તેમાંથી ઈલેક્ટ્રિક સમાન ભરેલા બેરલોની આડમાં વિદેશી શરાબની 3,984 પેટીઓ મળી આવતાં પોલીસ ચોંકી ઉઠી હતી.Conclusion:પોલીસે આ બનાવ સંદર્ભે રાજેસ્થાનના કમલકિશોર રતનસિંગ રાજપૂત અને રાજીવકુમાર વિદ્યાધર જાટ,ની ધરપકડ કરી હતી.અને વિદેશી શરાબનો જથ્થો, ઈલેક્ટ્રિક સામાન ભરેલા બેરલો, મોબાઈલ,રોકડ મળી 1,38,29,753 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આ શરાબનો જથ્થો કોને મંગાવેલ અને કોને આપવાનો હતો તે દિશામાં પોલીસે તપાસનો દોર લંબાવ્યો છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.