ETV Bharat / city

કોંગ્રેસના ધારાસભ્યો અક્ષય પટેલ અને જીતુ ચૌધરીએ અધ્યક્ષને આપ્યા રાજીનામા

રાજ્યસભાની ચૂંટણી આવી રહી છે. તેવા સમયે કરજણના કોંગ્રેસના ધારાસભ્ય અક્ષય પટેલ સહિત અને જીતુ ચૌધરી સંપર્ક વિહોણા થતાં અનેક રાજકીય તર્ક-વિતર્ક થવા લાગ્યા છે. ત્યારબાદ અક્ષય પટેલ અને જીતુ ચૌધરીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હોવાની પુષ્ટી વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કરી હતી. અક્ષય પટેલનો ફોન સ્વીચ ઓફ આવી રહ્યો હતો, જેથી કોંગ્રેસનું મોવડી મંડળ અક્ષય પટેલનો સંપર્ક કરવા પ્રયાસ કરી રહ્યું હતુ. હવે વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ 68થી ઘટીને 66 રહ્યું છે.

author img

By

Published : Jun 4, 2020, 10:42 AM IST

Updated : Jun 4, 2020, 1:48 PM IST

karjan
અક્ષય પટેલ અને જીતુ ચૌધરી

ન્યૂઝ ડેસ્ક: રાજ્યસભાની ચૂંટણી આવી રહી છે. તેવા સમયે કરજણના કોંગ્રેસના ધારાસભ્ય અક્ષય પટેલ સંપર્ક વિહોણા થતાં અનેક રાજકીય તર્ક-વિતર્ક થવા લાગ્યા છે. મળતી માહિતી મુજબ અક્ષય પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. અક્ષય પટેલનો ફોન સ્વીચ ઓફ આવી રહ્યો છે, જેથી કોંગ્રેસનું મોવડી મંડળ અક્ષય પટેલનો સંપર્ક કરવા પ્રયાસ કરી રહ્યું હતુ.

આ પ્રકારની ચર્ચાએ જોર પકડતાં ગુજરાત કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ ટ્વીટ કરીને રાજ્ય સરકાર પર ધારાસભ્યોને ખરીદવાના આરોપ લગાવ્યા છે.

કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો સંપર્ક વિહોણા, પાર્ટીમાંથી રાજીનામું આપ્યાના અહેવાલ

અત્યાર સુધી કોંગ્રેસના પાંચ ધારાસભ્યો રાજીનામુ આપી ચુક્યા છે. જે વી કાકડીયા, સોમા ગાંડા, પ્રવીણ મારું પ્રદ્યુમ્નસિંહ જાડેજા તેમજ મંગળ ગાવીત રાજીનામુ આપી ચુક્યા છે. ત્યારબાદ ફરી ગઈકાલે રાત્રે 2 ધારાસભ્યએ રાજીનામા આપતા કોંગ્રેસનું સંખ્યબળ 66 પર આવી ગયુ હતું.

Last Updated : Jun 4, 2020, 1:48 PM IST

For All Latest Updates

TAGGED:

Etvbharat
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.