- વડોદરા સયાજી હોસ્પિટલમાં ડૉક્ટર્સની હડતાળ યથાવત
- આજે કાળા કપડાં પહેરી વિરોધ
- મોટી સંખ્યામાં ડૉક્ટરોની હડતાળ
વડોદરા: સયાજી હોસ્પિટલ (SSG Hospital) ખાતે ગુરુવારથી જુનિયર રેસિડેન્ટ તબીબો તથા ઇન્ટર્ન તબીબો દ્વારા તેમની ઘણી પડતર માંગણીઓને લઈને અચોક્કસ મુદ્દતની હડતાળ (strike) કરવામા આવી હતી. છેલ્લા ઘણા સમયથી તબીબો પોતાની હકની માંગણીઓને લઈને લડત આપી રહ્યા છે અને સરકાર પાસે માગ કરી રહ્યા છે, ત્યારે તેમની કામગીરી બદલ તેઓને ન્યાય મળે અને યોગ્ય લાભો મળે તેવા હેતુ સાથે તેઓ દ્વારા ગાંધીનગર ખાતે પણ આ અંગે રજૂઆત કરવામાં આવી હતી. યોગ્ય જવાબ ન મળતા ગુરુવારે ગુજરાત રાજ્યની તમામ 6 મેડિકલ કોલેજ ખાતે તબીબો દ્વારા પોતાની માંગણીઓને લઈને હડતાળ (strike) કરવામાં આવી હતી.
આ પણ વાંચો: વડોદરાના સયાજી હોસ્પિટલના નિવાસી તબીબો ઉતર્યા અચોક્કસ મુદ્દતની હડતાળ પર
આરોગ્ય પ્રધાન નીતિન પટેલે હડતાળ સમેટવા અથવા કાર્યવાહી માટે તૈયાર રહેવા ચીમકી આપી
વડોદરા (Vadodara) શહેરમાં પણ સયાજી હોસ્પિટલ (SSG Hospital) ખાતે રેસિડેન્ટ તબીબો તથા ઇન્ટર્ન તબીબો દ્વારા સુત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. પોતાની માંગણીઓને લઈને અચોકકસ મુદ્દતની હડતાળ (strike) કરવામાં આવી હતી. જેમાં ઇમર્જન્સી સહિતની તમામ સેવાઓ આપવાની તબીબો દ્વારા બંધ કરવામાં આવી હતી. આ હડતાળ (strike) માં આશરે 600થી વધુ ઇન્ટર્ન તબીબો તથા જુનિયર રેસિડેન્ટ તબીબો જોડાયા હતા અને પોતાની માંગણીઓને લઈને કાળા વસ્ત્રો ધારણ કરી સુત્રોચ્ચાર તથા પોસ્ટર બેનર સાથે વિરોધ નોંધાવ્યો હતોં.
આ પણ વાંચો: રવાણી જેમ્સના અંદાજે 300થી વધારે રત્ન કલાકારો પગાર વધારાની માંગણી સાથે ઉતર્યા હડતાળ પર