ETV Bharat / city

Janmashtami 2022 in Vadodara ભક્તોના દાનમાંથી બન્યું 25 લાખ રુપિયાનું પારણું

author img

By

Published : Aug 19, 2022, 6:18 PM IST

Updated : Aug 19, 2022, 8:17 PM IST

જન્માષ્ટમીની ઉજવણીનો લહાવો લેવા વડોદરાના મંદિરોમાં નંદલાલાના દર્શને ભક્તોની ભીડ ઉમટી છે. ત્યારે વડોદરાના લક્ષ્મી નારાયણ મંદિરમાં 25 લાખ રુપિયાનું સોનાચાંદીમાંથી બનેલું પારણું જોવા મળ્યું છે. આ પારણાંમાં ભગવાનને જન્મોત્સવ બાદ ઝૂલાવાશે. તો સુરતમાં પણ 5 લાખ સુધીની કિંમતના પારણાં બનાવવામાં આવ્યાં છે.Janmashtami 2022 in Vadodara, Vadodara Lakshmi Narayan Temple, swing worth Rs 25 lakh, Cradle of gold and silver, Janmashtami 2022 in Surat, silver cradle for lord krishna, Silver cradle Price

Janmashtami 2022 in Vadodara : વડોદરાના આ મંદિરમાં ભક્તોએ બનાવડાવ્યું 25 લાખ રુપિયામાં સોનાચાંદીનું પારણું

વડોદરા ગુજરાતભરના મંદિરોમાં આજે 2 વર્ષ બાદ હરિભક્તોને જય કનૈયાલાલ કીનો નારો પોકારવાનો લહાવો મળી રહ્યો છે. વડોદરામાં પણ જન્માષ્ટમી પર્વને લઇ ભારે ઉત્સાહથી ભક્તો મંદિરોમાં દર્શન માટે ઉમટી રહ્યાં છે. ત્યાં વડોદરા લક્ષ્મી નારાયણ મંદિરના કૃષ્ણભક્તોના આનંદનો પાર નથી કારણ કે ભક્તોના દાનમાંથી મળેલા રુપિયા 25 લાખની કિંમતના સોના અને ચાંદીમાંથી બનેલા પારણાંમાં ભગવાનને જન્મોત્સવ બાદ ઝૂલાવતાં હોય તેવા દર્શનનો લહાવો લેવા મળશેે.

સોનાચાંદીનું આ પારણું બનાવવા માટે 200 ગ્રામ ચાંદી અને 7 કિલો ચાંદીનો ઉપયોગ કરવામાં આવ્યો છે

200 ગ્રામ ચાંદી અને 7 કિલો ચાંદીનો ઉપયોગ ભગવાનને જન્મોત્સવ બાદ પારણેે ઝૂલાવવા બનાવાયેલ સોનાચાંદીનું આ પારણું બનાવવા માટે 200 ગ્રામ સોના અને 7 કિલો ચાંદીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ મૂલ્ય ભગવાનના ભક્તોએ દાન કરેલું છે. આ મંદિર વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલું લક્ષ્મી નારાયણ મંદિર છે જ્યાં ભક્તોએ દાનમાં આપેલી રકમમાંથી આવું સુંદર પારણું બનાવવામાં આવ્યું છે.

કારીગરોની ત્રણ મહિનાની મહેનત જન્માષ્ટમીની મધરાતે કૃષ્ણ જન્મોત્સવ બાદ ભગવાનને આ પારણામાં ઝૂલાવવામાં આવશે. મંદિરના ચેરમેન કમલેશ પટેલે આ પારણાં વિશે માહિતી આપી હતી કે વિપુલ કંસારા દ્વારા આ પારણું બનાવવામાં આવ્યું છે અને આઠથી દસ કારીગરોની સતત ત્રણેક મહિનાની મહેનત દ્વારા તેનું સુંદર નકશીકામ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો Janmashtami 2022 સુરતીઓ બાળગોપાળને 50 ગ્રામથી લઈ 5 કિલોના ચાંદીના પારણાંમાં ઝૂલાવશે

સુરતમાં સાડા ચાર કિલો ચાંદીમાંથી બનાવાયું પારણું જન્માષ્ટમી પર્વ પર ભગવદ ભકિત માટે ડાયમન્ડ સિટી સુરત પણ પાછું પડે એમ નથી. સુરતમાં પણ ભક્તો દ્વારા પોતાના ઘર મંદિરના લાલજી માટે અને મોટા મંદિરોમાં બિરાજમાન ભગવાનની મૂર્તિઓ માટે મોટાપાયે પારણાંની ડિમાન્ડ નીકળી છે. જન્માષ્ટમી પર્વને ધ્યાનમાં રાખી સુરતના એક વેપારી દ્વારા સાડા ચાર કિલો ચાંદીમાં બે ફૂટ પહોળું અને બે ફૂટ લાંબુ પારણું બનાવાયું છે. જેમાં મોર અને પરંપરાગત ચિહ્નો જોવા મળે છે. સાડા ચાર કિલો જેટલી ચાંદીમાંથી બનાવાયું હોવાના કારણે ખૂબ જ આકર્ષક લાગે છે. સુરતના જ્વેલર્સ દ્વારા આવા ચાંદીના પારણાંની અલગ અલગ ખાસ ડિઝાઇનો પણ તૈયાર કરવામાં આવી છે.

આ પણ વાંચો ભગવાન શ્રીકૃષ્ણનો ભાલકા તીર્થ સાથેનો સુવર્ણ ઈતિહાસ જાણો

ચાંદીના પારણાની વધુ ડિમાન્ડ છે સુરતમાં 50 ગ્રામથી લઈને પાંચ કિલો ચાંદીમાં બાલગોપાલ માટે પારણાં તૈયાર કરવામાં આવ્યાં છે. લોકો હાલ ચાંદીના ભાવ ઓછો થતાં બાલગોપાળ માટે ભગવાનની ભક્તિમાં પોતાનો ભાવ ઉમેરતાં મોંઘી ખરીદી રહ્યા છે. તેમાં 50 ગ્રામથી લઈ 5 કિલોના ચાંદીના પારણાંમાં ભગવાનને ઝૂલાવવા માગતાં ભક્તો પણ છે. સુરતીઓ 4000 થી લઈને 5,00,000 રૂપિયા સુધીના ચાંદીના પારણાં બનાવવા માટે ઓર્ડર આપી રહ્યા છે. ભગવદ ભક્તિ સાથે આવી મોંઘી કિંમતના પારણાં એક ઇન્વેસ્ટમેન્ટ તરીકે પણ લોકો ખરીદી રહ્યાં છે. Janmashtami 2022 in Vadodara, Vadodara Lakshmi Narayan Temple, swing worth Rs 25 lakh, Cradle of gold and silver, Janmashtami 2022 in Surat, silver cradle for lord krishna, Silver cradle Price

Last Updated : Aug 19, 2022, 8:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.