ETV Bharat / city

Jagannath Rathyatra 2022: રોબો રથયાત્રા બની આકર્ષણનું કેન્દ્ર, વિજ્ઞાન-સંસ્કૃતિનો જોવા મળ્યો સમન્વય - રથયાત્રા માટે લાકડાનો વિશેષ રથ

વડોદરામાં રથયાત્રા દરમિયાન વિજ્ઞાન અને સંસ્કૃતિનો સમન્વય જોવા (Co ordination of science and culture in Rathyatra) મળ્યો હતો. અહીં ભક્તોએ 'રોબો રથયાત્રા'નું (Robo Rathyatra in Vadodara) આયોજન કર્યું હતું. તો આ રથયાત્રાની શું વિશેષતા છે આવો જાણીએ.

Jagannath Rathyatra 2022: રોબો રથયાત્રા બની આકર્ષણનું કેન્દ્ર, વિજ્ઞાન-સંસ્કૃતિનો જોવા મળ્યો સમન્વય

author img

By

Published : Jul 2, 2022, 10:09 AM IST

વડોદરાઃ શહેરમાં કચ્છી હાલારીઓનું નવું વર્ષ તથા શ્રીજગન્નાથ રથયાત્રા મહોત્સવ (Vadodrara Jagannath Rathyatra 2022) નિમિત્તે વિજ્ઞાન અને સંસ્કૃતિનો સમન્વય જોવા મળ્યો હતો. અહીં વર્ષ 2014થી વિજ્ઞાન અને સંસ્કૃતિનો સમન્વય કરીને જય મકવાણા તથા તેમના અન્ય સાથીમિત્રો દ્વારા ‘રોબો રથયાત્રાનું’ (Robo Rathyatra in Vadodara) આયોજન કરવામાં આવે છે.

વડોદરામાં રથયાત્રા દરમિયાન વિજ્ઞાન અને સંસ્કૃતિનો સમન્વય જોવા મળ્યો

વિશેષ રથ તૈયાર કરાયો - ઓરિસ્સાની રથયાત્રામાં શ્રીજગન્નાથજીની સેવામાં લેવાતા ‘નંદીઘોષ’ રથની પ્રતિકૃતિ સમાન લાકડાનો 5 ફૂટ ઊંચાઈનો રથ તૈયાર કરવામાં આવ્યો છે. આ રથ પર આવેલા શ્વેતરંગના ચાર ઘોડાઓને તથા 6 પૈંડાઓને રોબોટ (Robo Rathyatra in Vadodara) સાથે જોડી દઈ રોબો રથ તૈયાર કરવામાં (Special wooden chariot for rathyatra) આવ્યો છે.

રથ રસ્સીથી નહીં પણ સ્માર્ટફોન બ્લુટૂથથી ચાલે છે - આ રથ રસ્સી દ્વારા નહીં, પરંતુ ભક્તોના મોબાઈલ ફોનના બ્લૂટૂથ સાથે કનેક્ટ કરી ચલાવવામાં આવે છે. આ રથના શિખરભાગ પર સુદર્શન ચક્ર સ્થાપિત કરવામાં આવ્યું છે તથા તાડ વૃક્ષના ચિન્હો અને વિવિધ પુષ્પોથી રથને સુશોભિત કરવામાં આવ્યો છે.

થયાત્રા દરમિયાન યુવાનો દ્વારા તમામ શાસ્ત્રોક્ત વિધિ શ્રધ્ધાપૂર્વક કરવામાં આવી

આ પણ વાંચો- Patan Jagannath Rathyatra 2022: પાટણમાં જગતના નાથે સામે ચાલીને આપ્યા દર્શન

2 યુવાનોએ તૈયાર કર્યો રોબો રથ - રથયાત્રા પૂર્વે તથા રથયાત્રા દરમિયાન યુવાનો દ્વારા તમામ શાસ્ત્રોક્ત વિધિ શ્રધ્ધાપૂર્વક પૂરી કરવામાં આવે છે. રોબોટ બનાવનારા નિરજ મહેતા તથા રવિન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે, આ સ્માર્ટ રોબો રથમાં (Special wooden chariot for rathyatra) 12 વોલ્ટની બેટરી અને 100 આર.પી.એમ.ની મોટરવાળા 6 પૈંડાઓ લગાડવામાં આવ્યા છે. આના કારણે એક કલાકમાં 10 કિમીની ઝડપે આ રથ ચાલે છે.

રોબો રથયાત્રા બની આકર્ષણનું કેન્દ્ર
રોબો રથયાત્રા બની આકર્ષણનું કેન્દ્ર

આ પણ વાંચો- Jagannath Rathyatra 2022: શા માટે ભગવાન જગન્નનાથ આજની રાત્રી રથમાં પસાર કરશે, શું છે આ લોકવાયકા પાછળનું કારણ...

89વર્ષના કાશીબાના હસ્તે પ્રસ્થાન કારવાયું - છેલ્લા 2 વર્ષથી રોબો (Robo Rathyatra in Vadodara) રથયાત્રાનો માર્ગ બદલવામાં આવ્યો છે. તે મુજબ આ વર્ષે પણ નિઝામપુરા ખાતે આવેલી એલ. જી. નગર સોસાયટીથી ન્યૂ એરા સ્કૂલ ચાર રસ્તા સુધીના માર્ગ પર આ અનોખી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં દરેક ધર્મના લોકો પ્રેમપૂર્વક જોડાય છે. આ વર્ષે જગન્નાથ પુરી, ઓરિસ્સાથી તૈયાર કરાવેલો ખાસ “સોનાભેષ” પ્રભુને પહેરાવવામાં આવ્યો છે. પરિવારના વડીલ એવા 89 વર્ષના કાશીબા પાસે આ વર્ષે પહિંદ વિધિ કરાવવામાં આવી હતી. આ સાથે મહાપ્રસાદમાં શિરો, જાંબુ, મગ વગેરેનું ભાવિક ભક્તોમાં વિતરણ કરવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.