ETV Bharat / city

વડોદરા પારૂલ યુનિવર્સિટીના બે સ્પોર્ટસ કોમ્પલેક્સનો શુભારંભ - વડોદરાની પારુલ યુનિવર્સિટી

ગુજરાતના ઈતિહાસમાં રાજ્યની છ દીકરીઓ ઓલમ્પિકમાં ક્વોલિફાઈ થઈ છે. ખેલ મહાકુંભ પછી રાજ્યના રમતગમત ક્ષેત્રનો પ્રવાહ બદલાયો છે.રાજ્ય સરકારની ખેલ પ્રોત્સાહક નીતિના પગલે ખેલાડીઓ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ દેખાવ કરી રહ્યાં છે. રમતગમત પ્રધાન ઇશ્વરસિંહ પટેલે પારૂલ યુનિવર્સિટીના બે સ્પોર્ટસ કોમ્પલેક્સના શુભારંભ સમયે આમ જણાવી રમતવીરોને પ્રોત્સાહિત કર્યાં હતાં.

વડોદરા પારૂલ યુનિવર્સિટીના બે સ્પોર્ટસ કોમ્પલેક્સનો શુભારંભ

author img

By

Published : Jul 22, 2021, 3:14 PM IST

  • પારૂલ યુનિવર્સિટીના બે સ્પોર્ટસ કોમ્પલેક્સ શરુ થયાં
  • રમતગમત પ્રધાન ઇશ્વરસિંહ પટેલે રમતવીરોને પ્રોત્સાહિત કર્યાં
  • વેપારી અને દાળભાત ખાનારી પ્રજા તરીકેની માન્યતા હવે ભૂંસાઈઃ રમતગમતપ્રધાન

વડોદરાઃ રાજ્યના રમતગમત રાજ્ય પ્રધાન ઈશ્વરસિંહ પટેલે વડોદરામાં પારૂલ યુનિવર્સિટીના બે સ્પોર્ટસ કોમ્પલેક્ષના શુભારંભ કરાવવાની સાથે વિદ્યાર્થીઓ-રમતવીરો સાથે વાર્તાલાપ કરી પ્રોત્સાહિત કર્યાં હતાં. તેમણે જણાવ્યું કે પ્રાચીનકાળથી ભારતીય શિક્ષણ પદ્ધતિમાં રમત-ગમત અને યોગનુ મહત્વનું સ્થાન રહ્યુ છે. રાજ્યના તત્કાલીન સીએમ મોદીએ વર્ષ 2010માં ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવીને રાજ્યના રમત-ગમત ક્ષેત્રનો પ્રવાહ બદલી નાખ્યો છે. ખેલમહાકુંભ અને રાજ્ય સરકારની રમતવીરો માટે પ્રોત્સહક યોજનાઓના પરિણામે ગુજરાતના ખેલાડીઓ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ દેખાવ કરી રહ્યા છે. ગુજરાતના ઈતિહાસમાં પ્રથમવાર રાજ્યની છ દિકરીઓ ઓલમ્પિકમાં ક્વોલિફાય થઈ છે. જેમાં 3 ઓલમ્પિકમાં અને 3 દીકરીઓ પેરાઓલમ્પિકમાં ભારત દેશનુ પ્રતિનિધિત્વ કરશે જે ગુજરાત રાજ્ય માટે ગૌરવની બાબત છે.

ખેલ પ્રોત્સાહક નીતિના પગલે ખેલાડીઓ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ દેખાવ કરી રહ્યાં છે

પટેલે વધુમાં કહ્યું કે રાજ્ય સરકારની ખેલ પ્રોત્સાહક નીતિના પગલે એક સમયે ગુજરાતના લોકોની વેપારી અને દાળભાત ખાનારી પ્રજા તરીકેની જે માન્યતા હતી તે હવે ભૂંસાઈ ગઈ છે. રમતગમત ક્ષેત્રે પણ ગુજરાતે કાઠું કાઢ્યું છે. રાજ્યના ડાંગ જેવા દુર્ગમ વિસ્તારમાંથી આવતી સવિતા ગાયકવાડે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવી ખ્યાતિ પ્રાપ્ત કરી છે. સીએમ રૂપાણીએ પણ તેની પ્રતિભાને વિકસાવવા અને પ્રોત્સાહન આપવા માટે રૂ. 1 કરોડ આપી પુરસ્કૃત કર્યા છે. આ દીકરીના સન્માન માટે પીએમ મોદીના 67માં જન્મદિવસે નિમિત્તે સહકાર ક્ષેત્રની સંસ્થાઓ દ્વારા રૂ. 67 લાખની ઈનામી રાશિ આપી હતી. ઉપરાંત રાજ્ય સરકારે વર્ગ-1 ની ડીવાયએસપીની જગ્યા ઉપર નોકરી પણ આપી છે. તેમજ રાજ્યના રમતવીરોને પ્રોત્સાહનની સાથે આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધા અને તાલીમ મળી તે માટે રાજ્ય સરકારે શક્તિદૂત યોજના અમલમાં મૂકી છે. જેના માધ્યમથી અનેક ખેલાડીઓએ રમતગમત ક્ષેત્રે પોતાનુ મુકામ બનાવ્યો છે.
આ પણ વાંચોઃ EXCLUSIVE: ડાંગ એક્સપ્રેસ સરિતા ગાયકવાડની DySP તરીકે નિમણૂક બાદ ETV ભારત સાથેની ખાસ વાતચીત...
વિદ્યાર્થીઓ-રમતવીરો સાથે સંવાદ કરતા પ્રધાને પોતાનો દાખલો પણ રજૂ કર્યો

ઈશ્વરસિંહ પટેલે જણાવ્યુ કે, સહકારી ધોરણે કામ કરતી સુગર ફેક્ટરીના માત્ર 27 વર્ષની ઉંમરે ચેરમેન બન્યાં હતાં. ત્યારે આ ફેક્ટરીની 40 કરોડની કરોડની ખોટ ચાલતી હતી. તેનું દેવું ભરપાઈ કરી દેવામુક્ત કરી જેથી ખેડૂતોને પગભર બનાવવાની સાથે આર્થિક સમૃદ્ધિ તરફ આગળ વધી શક્યાં હતાં. સમર્પિત ભાવ સાથે સફળતા માટે પ્રયાસ કરવા અને એક સિદ્ધિ પ્રાપ્ત થાય પછી પણ રોકાયા વગર સતતને આગળ વધવા વિદ્યાર્થીઓને ભારપૂર્વક જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ પારુલ યુનિવર્સિટી વધુ એક વખત વિવાદમાં, પૂર્વ પ્રિન્સિપાલ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ

આ પણ વાંચોઃ દારૂના ગુનામાં વોન્ટેડ ઝામ્બિયા દેશના યુવકની પારડી પોલીસે કરી ધરપકડ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.