વડોદરાઃ શહેરમાં આવેલા વ્રજધામ આધ્યાત્મિક સંકુલના મંગલમય 23મા વર્ષની ઉજવણીના ભાગરૂપે પાટોત્સવ (Celebration of Patotsav at Vrajdham Spiritual Complex) યોજવામાં આવ્યો હતો. તો આ પ્રસંગે સવા લાખ કેરીનો મનોરથ દ્વારા વિશ્વ વિક્રમ સર્જવામાં આવ્યો હતો, જેને ગોલ્ડ બૂક ઑફ રેકોર્ડમાં (Vrajdham Spiritual Complex made world record with mangos) સ્થાન મળ્યું હતું. આ ઉજવણીના પ્રસંગમાં શિક્ષણ પ્રધાન જિતુ વાઘાણી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
જરૂરિયાત મંદ લોકોને પ્રસાદ અપાશે - આ કાર્યક્રમ અંગે જણાવતાં વ્રજધામ આધ્યાત્મિક સંકુલના પીઠાધ્યક્ષ વ્રજરાજકુમાર મહોદયે (Vrajdham Spiritual Complex Chairperson Vrajraj Kumar) કહ્યું હતું કે, સવા લાખ કેરીનો ભોગ લગાવીને વિશ્વ વિક્રમ સર્જવા જઈ (Vrajdham Spiritual Complex made world record with mangos) રહ્યા છીએ. ત્યારે ભોગ લગાવેલી કેરીનો પ્રસાદ મુખ્યત્વે અનાથાશ્રમ, વિધવાઓ તથા સમાજના ગરીબ અને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવામાં આવશે. તેમણે સરકાર દ્વારા શિક્ષણ વ્યવસ્થામાં શ્રીમદ્ ભગવદ્ ગીતાજીને સ્થાન આપવાની વાતને સરાહતા અહોભાવ વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો- સ્વામિનારાયણ મંદિરના પાટોત્સવમાં ઉજવણીમાં PM મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ
શિક્ષણ પ્રધાને શું કહ્યું, જાણો - અહીં ઉપસ્થિત શિક્ષણ પ્રધાન જિતુ વાઘાણીએ સમગ્ર વૈષ્ણવ સમાજને વિશ્વ વિક્રમ સર્જવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે જ તેમણે કહ્યું હતું કે, કોરોનાની મહામારી હોય કે બીજી કોઈ પણ આફત દેશ પર આવી હોય ત્યારે વ્રજધામ આધ્યાત્મિક સંકુલ તેમ જ વલ્લભ યુવા સંસ્થા (Vallabh Foundation) સમાજને મદદ કરવી એ સંકુલની આગવી ઓળખ છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સમાજને આદર્શ બનાવવા માટે સરકાર હંમેશા તેની પડખે ઊભી રહેશે અને વિકાસના દરેક કામોમાં સહભાગી થશે.
આ પણ વાંચો- ganthila umadham Patotsav 2022:ઉમાધામ ખાતે નરેશ પટેલનું નિવેદન, સર્વ સમાજના લોકો સાથે કરાશે બેઠક
આ લોકો પણ રહ્યા ઉપસ્થિત - આ પ્રસંગે રાજ્યના મહેસુલ અને કાયદા પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી, મહિલા અને બાળ કલ્યાણ પ્રધાન મનીષાબેન વકીલ, મેયર કેયૂર રોકડીયા, સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય યોગેશ પટેલ, જિતેન્દ્ર સુખડીયા, શૈલેષ મહેતાની વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા.
વિવિધ સંસ્કૃતિક કાર્યક્રમોનું કરાયું આયોજન - શહેરના માંજલપુર ખાતે આવેલા આધ્યાત્મિક વ્રજધામ સંકુલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના જાણીતા નૃત્ય કલાકાર ચિરાગ મહીડા તથા તેમના વૃંદ દ્વારા અલૌકિક અને આધુનિક સમન્વયથી સજેલા ભક્તિ ગીતો પર સુંદર નૃત્ય પ્રસ્તુતિ કરવામાં આવી હતી.