- સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા અનાજ કિટનું વિતરણ
- રેલવે સ્ટેશન ખાતે કુલી ભાઈઓને કરવામાં આવ્યું
- મહત્વના બેચ અને અનાજ કિટનું વિતરણ કરવામાં આવ્યું
- 20 વર્ષ બાદ કુલી ભાઈઓ ને બેચ આપવામાં આવ્યા
વડોદરાઃ શહેરના સ્ટેશન પર કામ કરતા કુલી ભાઈ અને તેમના પરિવારની હાલત કોરોનાના કારણે કફોડી બની છે. ત્યારે સાંસદ રંજન ભટ્ટે આ કુલી ભાઈઓને અનાજની કિટનું વિતરણ કર્યું હતું. આ સાથે જ તેમને 20 વર્ષ પછી તેમના જીવનમાં મહત્વ ધરાવતા બેચ આપવામાં આવ્યા હતા.
આ પણ વાંચો- કચ્છમાં રાજ્યપ્રધાન વાસણ આહીરે જરૂરિયાતમંદ 100 સંગીત કલાકારોને રાશન કિટ આપી
કુલી ભાઈઓને છેક 20 વર્ષે બેચ મળ્યાકોરોના મહામારીમાં દરેક ક્ષેત્રના દરેક વર્ગના કર્મચારીઓની આવક પર માઠી અસર થઈ છે ત્યારે રેલવે વ્યવહાર ઓછો થતાં રેલવે સ્ટેશન પર કામ કરી રહેલા કુલી ભાઈઓના પરિવારને સાંસદ રંજન ભટ્ટ દ્વારા સહાયતા કરવામાં આવી હતી. આ ઉપરાંત કુલી ભાઈઓને કુલી બેચ પણ આપવામાં આવ્યા હતા. આ બેચ કુલી ભાઈઓના જીવનમાં ઘણો મહત્વનો હોય છે અને કુલીના ગુજરી ગયા બાદ આ બેચ તેના વારસદારને આપવામાં આવે છે, જે ઘણા વર્ષોથી થઈ રહ્યું ન હતું અને આજે 20 વર્ષ બાદ તેમને બેચ મળ્યા હતા.
આ પણ વાંચો- જામનગરની આયુર્વેદિક યુનિવર્સિટિએ કરી કોરોના દર્દીની મદદ, વિના મૂલ્યે આયુષ 64 દવાનું વિતરણ
રાશન કિટ વિતરણ સમયે અન્ય પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા
સાંસદ રંજન ભટ્ટ દ્વારા 50 જેટલા કુલી ભાઈઓને રાશન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ રંજનબેન ભટ્ટની સાથે પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ, ધારાસભ્ય મનીષા વકીલ, જિતુ સુખડિયા, સીમા મોહિલે, મધ્ય ગુજરાતના મીડિયા પ્રવક્તા ભારત ડાંગર, મેયર કેયુર રોકડિયા, ડેપ્યુટી મેયર નંદા જોશી અને હાજર રહ્યા હતા.