- વડોદરામાં પતંગના દોરાથી વાહન ચાલકને ગંભીર ઇજા
- વડોદરા મેમન કોલોની પાસે વાહન ચાલકના ગળામાં પતંગનો દોરો ફસાયો
- પાણીગેટ મેમણ કોલોનીમાં પતંગ નો દોરો ફસાતા વાહનચાલક ઘાયલ
વડોદરા :ઉતરાયણનો તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. લોકો પતંગ ઉત્સવની મોજ માણતા હોય છે. ગુજરાતમાં વડોદરા પહેલું શહેર છે. જ્યાં અન્ય શહેરોમાંથી લોકો પતંગ ઉત્સવની મજા લેવા આવતા હોય છે. ત્યારે મોટી સંખ્યામાં વડોદરા શહેર વાસીઓ મ્યુઝિક સિસ્ટમ સાથે ખુશી ઉલ્લાસથી અને વાસી ઉત્તરાયણમાં પણ પતંગ ચગાવતા હોય છે. ખાલી ખમ નીલો આસમાન રંગબેરંગી પતંગો થી ભરાઈ જતી હોય છે .
વાહનચાલક ગંભીર રીતે ઘાયલ
વાહનચાલકો ખૂબ જ મોટી સંખ્યામાં કપાયેલા પતંગના દોરા રસ્તો વચ્ચે આવતા ઘાયલ તથા મૃત્યુ પામતા હોય છે.મોટાભાગના લોકોને ગળાના ભાગે ઇજા પહોંચતી હોય છે. આવો જ કિસ્સો ઉતરાયણના ચાર દિવસ પહેલા સામે આવ્યો છે. શહેરના પાણીગેટમાં વાહનચાલકના ગળામાં પતંગનો દોરો આવી જતા વાહનચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો. વાહનચાલકને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.