- નરેશ રબારીની પેનલે પગપાળા ડોર ટુ ડોર જન સંપર્ક કર્યો
- સવાર, બપોર અને સાંજ ફેરણી તથા રાત્રે ગ્રૂપ મીટીંગો
- ભાજપના ઉમેદવારે મતવિસ્તારમાં જન સંપર્ક શરૂ કર્યું
વડોદરાઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ઉમેદવારોએ પ્રચાર શરૂ કરી દીધો હતો. ચૂંટણી પ્રચાર માટે અને જનસંપર્ક માટેના અંતિમ દિવસો ચાલી રહ્યાં છે ત્યારે કોંગ્રેસ હોય કે ભાજપ હોય પોતાના મતવિસ્તારમાં જન સંપર્ક કરી રહ્યાં છે. સવાર, બપોર અને સાંજે ફેરણી તથા રાત્રે ગ્રૂપ મીટીંગો કરવામાં આવી રહી છે. ભાજપનો વોર્ડ નંબર 16 જે કોંગ્રેસની પેનલ ગત ટર્મમાં આવેલી હતી એ કોંગ્રેસનો ગઢ કહેવાય છે પણ આ વખતે ભાજપના ઉમેદવાર નરેશ રબારી અને તેમની પેનલે પોતાના મત વિસ્તારમાં ફેરણી શરૂ કરી દીધી છે અને ડોર ટૂ દોર જન સંપર્ક શરૂ કરી દીધો છે. ઉમેદવારોએ પોતાના મત વિસ્તાર ગણેશ નગર, વિશ્વકર્મા નગર, હનુમાન ટેકરી સહિતના વિસ્તારમાં ઢોલ-નગારા સાથે જન સંપર્ક શરૂ કરી દીધો હતો. ઉમેદવારો ફેરણી કરી હતી તેમાં નાગરિકો દ્વારા તેમનું સ્વાગત અને આવકારમાં આવ્યાં હતાં.
નાગરિકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છેઃ નરેશ રબારી
નરેશ રબારી એ જણાવ્યું હતું કે, નાગરિકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે, વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના મત વિસ્તારમાં નગર સેવક તરીકે રોડ, રસ્તા અને પાણીના કામોનો વિકાસ કર્યો છે જેથી આ વખતે ભાજપ જંગી બહુમતીથી જીતશે.