ETV Bharat / city

વડોદરામાં તૌકતે વાવાઝોડાનો પડકાર, ‘ખાખી’ હંમેશા છે તૈયાર - where is Cyclone Tauktae

રાજ્યમાં કોરોના મહામારીના સમયે પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીથી સૌ કોઈ વાકેફ છે. હવે પોલીસ તૌકતે વાવાઝોડા સામે પણ લોકોની સુરક્ષા માટે પડકાર ઝીલી રહી છે. વડોદરા ગ્રામ્યમાં આવતા શિનોર પોલીસની ટીમ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન રસ્તામાં આડું પડેલું ઝાડ દૂર કરીને લોકો માટે રસ્તો ખુલ્લો કર્યો હતો. લોકો દ્વારા પોલીસની કામગીરીની સરાહના કરવામાં આવી રહી છે.

tauktae cyclone
tauktae cyclone
author img

By

Published : May 18, 2021, 5:25 PM IST

  • તૌકતે વાવાઝોડું આવતા જ દરિયાકાંઠાના વિસ્તારોથી લઈને ગ્રામ્ય વિસ્તારો સુધી પોલીસ તૈનાત કરી દેવામાં આવી
  • વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ તૌકતે દરમિયાન લોકોને મદદરૂપ થવા માટે પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી છે
  • ચાલુ વરસાદે પોલીસ જવાનોએ થડને ખસેડીને રસ્તો ખોલી કાઢ્યો

વડોદરા : રાજ્ય સરકાર હાલ કોરોના મહામારી અને કુદરતી કહેર તૌકતે વાવાઝોડા સામે પડકાર ઝીલી રહી છે. મહામારી સમયે પોલીસે કોરોના વોરિયર બનીને તેની સામે લડત આપી હતી. કોરોનાની શરૂઆતથી લઈને આજદિન સુધી પોલીસ સરકારના નિયમોના અમલીકરણની કામગીરી કરી રહી છે. આ દરમિયાન તૌકતે વાવાઝોડું આવતા જ દરિયાકાંઠાના વિસ્તારોથી લઈને ગ્રામ્ય વિસ્તારો સુધી પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે. રાજ્યમાં કોરોના મહામારી હોય કે પછી હોય તૌકતે વાવાઝોડાનો પડકાર, ગુજરાત પોલીસ છે હંમેશા તૈયાર તેવું દેખાઇ રહ્યું છે.

આ પણ વાંચો : જૂઓ પોરબંદરથી ગ્રાઉન્ડ રિપોર્ટ: પોરબંદરમાં અનેક વૃક્ષો થયા ધરાશાયી, કોસ્ટગાર્ડ દ્વારા માછીમારોનું રેસ્ક્યુ

મહામારી સમયે પોલીસે કોરોના વોરિયર બનીને તેની સામે લડત આપી હતી

વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ તૌકતે દરમિયાન લોકોને મદદરૂપ થવા માટે પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી છે. પેટ્રોલિંગ દરમિયાન શીનોર મંડવા રોડ, શીનોર સાધલી રોડ અને ડભોઇ સેગવા રોડ પર વાવાઝોડાની અસરને પગલે વૃક્ષ રસ્તા પર પડી ગયા હતા. જેને લઈને ટ્રાફિક ખોરવાય તેવી સ્થિતિ સર્જાઈ હતી. સમય અને સંજોગોની ગંભીરતાને ધ્યાને રાખીને પેટ્રોલિંગ કરી રહેલા PSI ગાવીત અને તેમની ટીમ દ્વારા જાતે જ ઝાડ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી.

આ પણ વાંચો : તૌકતે વાવાઝોડાની અસર વડોદરા શહેરમાં જોવા મળી, ભારે પવન સાથે વરસાદનું આગમન

પોલીસની સારી કામગીરીની સરાહના

એક તરફ વરસાદ પડી રહ્યો હતો અને બીજી તરફ ચાલુ વરસાદે પોલીસ જવાનો થડને ખસેડીને રસ્તો ખોલી રહ્યા હતા. સમગ્ર ઘટનાનો વીડિયો સપાટી પર આવતા પોલીસની સારી કામગીરીની સરાહના કરવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.