- તૌકતે વાવાઝોડાને લઈને સમગ્ર રાજ્યમાં એલર્ટ આપી દેવામાં આવ્યું
- જોખમ ઉભું કરે તેવા વૃક્ષને ટ્રીમ કરવામાં આવ્યા હતા અને હોર્ડિંગ ઉતારી લેવાયા
- હાઇ-વે પર જાંબુઆ પરત ફરતા પિતા-પુત્ર હોર્ડિંગ પડતા ઇજાગ્રસ્ત
વડોદરા: તૌકતે વાવાઝોડાને લઈને સમગ્ર રાજ્યમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે. જોખમ ઉભું કરે તેવા વૃક્ષને ટ્રીમ કરવામાં આવ્યા હતા અને હોર્ડિંગ ઉતારી લેવામાં આવ્યા હતા. તેમ છતાં હોર્ડિંગ ઉતારવાની તમામ કામગીરી સમયસર નહિ થવાને કારણે દુર્ઘટના થઈ હતી.
આ પણ વાંચો: લ્યો બોલો...!!! અહીં કચરો નાંખશો તો થશે હળહળતું અપમાન
જાંબુઆ નજીક લગાવેલુ હોર્ડિંગ પડ્યું
જાંબુઆથી તરસાલી બાયપાસ પર પીવાના પાણીનો જગ લેવા માટે આર્યન સોસાયટીમાં રહેતા હિતેશ ગણેશભાઈ પરમાર (ઉંમર- 27) અને ગણેશભાઈ છગનભાઈ પરમાર (ઉંમર-55) બાયપાસ નજીક આવ્યા હતા. પરત ફરતી વેળાએ તેઓના વાહન પર જાંબુઆ નજીક લગાવેલુ હોર્ડિંગ પડ્યું હતું. હોર્ડિંગ પડવાને કારણે પિતા-પુત્ર ઇજાગ્રસ્ત થયા હતા.
આ પણ વાંચો: જાહેરાતના હોર્ડિંગથી જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનને થાય છે લાખો રૂપિયાની આવક
સરકારી તંત્રની નિષ્કાળજીને કારણે અકસ્માત થયાનો ગંભીર આક્ષેપ
પરિવારજનોને જાણ થતાં જ ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે SSG હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. જ્યાં ગણેશભાઈ પરમારની સ્થિતિ નાજુક હોવાની વિગતો પ્રાપ્ત થઈ હતી. પરિવારજનોએ સાથે વાત કરતા સરકારી તંત્રની ગંભીર બેદરકારી સામે સવાલો ઉઠાવ્યા હતા. એટલું જ નહીં પણ સરકારી તંત્રની નિષ્કાળજીને કારણે અકસ્માત થયાનો ગંભીર આક્ષેપ પણ લગાવ્યો હતો.