- રાજ્યભરમાં સિટી સ્કેનના ભાવ નક્કી કરવામાં આવ્યા
- સરકારે સિટી સ્કેન માટે 3,000 રૂપિયા નક્કી કર્યા
- વડોદરામાં લધુતમ 2,500 અને મહત્તમ 3,000 રૂપિયા લેવાશે
વડોદરા: શહેરમાં કોરોનાનો વ્યાપ વધવા માંડ્યો છે. કોરોનાની સારવારમાં જરૂરી સીટી સ્કેન માટે થતી ઉઘાડી લૂંટ બંધ કરવા OSD ડો.વિનોદ રાવે 25 માર્ચે સરકારી હોસ્પિટલ માટે રૂપિયા 1,500 અને ખાનગી માટે રૂપિયા.2,500 ફિકસ કર્યા હતા. તેના 21 દિવસ બાદ શુક્રવારે મુખ્યમંત્રીએ HRCT સીટી સ્કેન માટે રૂપિયા.500 વધારીને રૂપિયા 3000નો દર નક્કી કરી આ નિર્ણય સંવેદનશીલ હોવાનું કહી રાજયભરમાં લાગુ રહેશે.
આ પણ વાંચો : વડોદરા: સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં 250 નર્સિંગ સંચાલકોની નિમણૂક કરાઈ
OSD ડોક્ટર વિનોદ રાવે કહ્યું હતું કે ત્રણ હજાર રુપિયાથી વધારે કોઈ લઈ ન શકે
જોકે વડોદરાના OSD ડો.વિનોદ રાવે જણાવ્યું હતું કે વડોદરામાં સીટી સ્કેન માટે અગાઉ જે દર નક્કી કરવામાં આવ્યો હતો તે મુજબ રૂપિયા 2,500 ડાયગ્નોસ્ટિક સેન્ટરના સંચાલકોએ લેવાના છે અને સરકારે જે દર નક્કી કર્યો છે તેના કરતા વડોદરામાં દર ઓછો છે.જેથી વડોદરામાં રૂપિયા 3 હજાર નહિ પણ રૂ. 2,500 સિટી સ્કેન માટે અમલમાં રહેશે. વડોદરામાં 21 દિવસથી રૂપિયા 2,500 ની મર્યાદામાં સિટી સ્કેન કાઢી અપાય છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે સરકારે મહત્તમ ત્રણ હજાર રૂપિયા કીધા છે ત્યારે અમેં લઘુતમ 2,500 કીધા હતા સરકાર મુજબ 3 હજારથી વધુ સીટી સ્કેન માટે કોઈપણ દર્દી પાસે વધારે વસુલ નહીં કરી શકે. વિનોદ રાવે સરકારની વાતને નકારી પણ નહીં અને એમ પણ કીધું કે વડોદરા આમ તો 2,500 છે પરંતુ સરકારનાં આદેશ અનુસાર 3 હાજરથી વધુ રૂપિયા નહિ લેવાય.હવે જોવાનું છે કે વડોદરામાં દર્દી પાસે કેટલા રૂપિયા સીટી સ્કેન માટે લેવામાં આવે છે.