ETV Bharat / city

વડોદરામાંથી મળી આવેલા મહિલાના મૃતદેહનો ભેદ ઉકેલાયો, પતિએ જ કરી હતી હત્યા

વડોદરા શહેરના ખોડિયાર નગર તળાવ પાસેથી મહિલાનો હત્યા કરેલો મૃતદેહ મળી આવ્યો હતો. જેમાં પતિએ જ પત્નીની હત્યા કરી હોવાનો પર્દાફાશ થયો છે. જેથી પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરામાંથી મળી આવેલા મહિલાના મૃતદેહનો ભેદ ઉકેલાયો

author img

By

Published : Mar 15, 2021, 7:46 PM IST

  • ખોડિયાર નગર તળાવ પાસેથી મળી આવેલા મહિલાના મૃતદેહનો ભેદ ઉકેલાયો
  • મહિલાના પતિએ જ હત્યા કરી હોવાની કરી કબૂલાત
  • પત્નીના આડા સબંધની શંકામાં પતિએ કરી હત્યા

વડોદરાઃ શહેરના ખોડિયાર નગર તળાવ પાસેથી મહિલાનો હત્યા કરેલો મૃતદેહ મળી આવ્યો હતો. આ હત્યાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. જેમાં પત્નીના આડા સબંધની શંકાએ પતિએ ગળું દબાવ્યાં બાદ માથામાં સિમેન્ટનો બ્લોક મારી પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હોવાનો પર્દાફાશ થયો હતો. જેથી પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથધરી છે.

ખોડિયાર નગર તળાવ પાસેથી હત્યા કરેલો મૃતદેહ મળી આવ્યો હતો

આ બનાવની વિગત મુજબ તારીખ 13 માર્ચના રોજ ન્યુ.વીઆઇપી રોડ પર સંતોષી નગરમાં ભાડાના મકાનમાં પતિ સાથે રહેતી 45 વર્ષીય કોકિલાબેન વજેસિંહ ડાભીનો ખોડિયાર નગર તળાવ પાસેથી હત્યા કરેલો મૃતદેહ મળી આવ્યો હતો.

વડોદરામાંથી મળી આવેલા મહિલાના મૃતદેહનો ભેદ ઉકેલાયો

આ પણ વાંચોઃ વડોદરાઃ કેનાલમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો

આડા સંબંધોની શંકાના કારણે હત્યા કરી હોવાની પતિએ કરી કબૂલાત

આ બનાવ અંગે હરણી પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. જેમાં પોલીસે કોકિલાબેનના પતિ વજેસિંહ સ્વરૂપભાઈ ડાભી સહિત 5 શકમંદની અટકાયત કરી હતી. કોકિલાબેનના પતિએ પોલીસની ઘનિષ્ઠ પૂછપરછમાં પત્નીના આડા સંબંધોની શંકાના કારણે હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.

ગળું દબાવ્યા બાદ સિમેન્ટનો બ્લોક માથામાં મારી મોતને ઘાટ ઉતારી

પોલીસની વધુ પૂછપરછમાં પતિ વજેસિંહ ડાભીએ જણાવ્યું હતું કે, તારીખ 12 માર્ચના રોજ તેની પત્ની કોકિલાબહેન બપોરના સમયે ઘરેથી નીકળી હતી અને મોડી સાંજ સુધી પરત આવી ન હતી. જેથી તેની શોધખોળ કરતા ખોડિયાર નગર તળાવ પાસેના ગાર્ડન પાસેથી મળી આવી હતી. જ્યાં તેની સાથે ઝઘડો થતા આવેશમાં આવી તેનું ગળું દબાવી દીધું હતું. તે બાદ નજીકમાં પડેલો સિમેન્ટનો બ્લોક માથામાં મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી.

પોલીસે આરોપીની કરી ધરપકડ

લખધીર સિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, પત્નીના આડા સબંધની શંકામા પત્નીની હત્યા કરનારા પતિ વજેસિંહ ડાભી સામે હત્યાનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.