વડોદરા: નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકામાં આવેલા ગોરા ગામ પાસે નર્મદા નદીના કિનારે(Bharti Ashram on banks of Narmada) આવેલા જાણીતા સંત મહામંડલેશ્વર 1008 ભારતી બાપુનો આશ્રમ(Junagadh Bharti Ashram) આવેલો છે.આશ્રમના હરિહરાનંદ સ્વામી અચાનક ગાયબ થતા ભક્તોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. તો બીજી તરફ મહામંડલેશ્વર મહંત હરિહરાનંદ ભારતી બાપુ 30 એપ્રિલ 2022ના રાત્રે 9 વાગ્યે કપુરાઇ ચોકડી પાસે આવેલી ક્રિષ્ણા હોટેલના સીસીટીવી કેમેરામાં ચાલતા જતા કેદ થયાનું સામે આવ્યું છે. હાલ આ મામલે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી દેવામાં આવ્યા છે.
ભારતી બાપુ પાસે અનેક આશ્રમોની કરોડોની જમીન - ભારતી બાપુ જૂનાગઢ, સરખેજ(Sarkhej Bharti Bapu Ashram) સહિત અનેક આશ્રમોની કરોડોની જમીન અને સંપત્તિનું સંચાલન કરતા હતા. ભરતી બાપુ જયારે બ્રહ્મલીન થયા હતા ત્યારે તેમની સંપત્તિને લઈને વિવાદ(Bharti Ashram Controversy) થયો હતો. આશ્રમના ગાદીપતિ તરીકે હરીહરાનંદ બાપુને(Hariharananda Bharti Bapu missing) જાહેર કરવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી પ્રમાણે કહેવાય છે કે ભરતી બાપુ પોતાના વસિયત માં ગાદીપતિ તરીકે સ્વામી હરીહરાનંદ બાપુનું નામ આપીને બ્રહ્મલીન થયા હતા.
આ પણ વાંચો: ભારતીય આશ્રમના ગાદીપતિ હરિહરાનંદ મહારાજ થયા ગુમ, જાણો શું છે સમગ્ર ઘટના
બ્રહ્મલીન થયા હતા અને વસિયત તૈયાર કરી હતી - આ મામલે કેટલાક લોકોનું માનવું છે કે ભરતી બાપુ જ્યારે બ્રહ્મલીન થયા હતા અને વસિયત તૈયાર કરી હતી, તે વસિયત બોગસ હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. જે બાબતે હરિહરાનંદજી ચિંતિત હતા અને તેઓ સતત દુઃખી રહેતા હતા. યેનકેન પ્રકારે કેટલાક લોકો તેમના પર કીચડ ઉછાડતા તેઓ ખૂબ દુઃખી થયા હોવાનું હરિભક્તોએ જણાવ્યું હતું. આ વિવાદથી કંટાળીને સ્વામી હરિહરાનંદ કહ્યું હું બધું છોડીને નીકળી જાવ છું. એમ કહી નીકળી ગયા હતા.
સ્મશાનમાં રહેતા કાળુ ભગત હરીહરાનંદ ભારતી બાપુના શિષ્ય - હરીહરાનંદ ભારતી બાપુ વડોદરામાં તેમના ભક્ત રાકેશ ડોડીયાના ઘરે આવ્યા હતા. જે બાદ તેઓ વડોદરાના ખાસ વાડી સ્મશાનમાં રહેતા શિષ્ય કાળુ ભગત બાપુ કે જે તેમના શિષ્ય છે. તેમને મળવાના હતા. કાળુ ભગતના મળવા જતા અગાઉ તેમના ભક્ત રાકેશ ડોડીયાના ઘરે ભોજન પણ લીધું હતું. છેલ્લે બાપુએ તેમના ડ્રાઇવરના મોબાઈલથી કાળુ ભગતને ફોન કર્યો હતો.
આ પણ વાંચો: Bharti Ashram Controversy: હરિહરાનંદ ભારતી બાપુ ગુમ થતાં સરખેજ આશ્રમ પર કરાયા ગંભીર આક્ષેપો
હરીહરાનંદ બાપુ નહીં આવતા કાળું મહારાજ દુઃખી - હરીહરાનંદ બાપુએ ભક્ત રાકેશ ડોડીયાને કહ્યું હતું કે કાળું ભગતને મળવું છે જેથી કપુરાઇ ચોકડી હાઇવે પાસે આવેલ હનુમાનજી મંદિર પર ઉતાર્યા હતા. હરીહરાનંદ બાપુ 30 એપ્રિલ 2022ના રોજ ભક્ત રાકેશના ઘરે આવ્યા હતા. હરીહરાનંદ બાપુએ ભક્તને કહ્યું હતું કે વડોદરાના ખાસવાડી સ્મશાનના કાળુ મહારાજને મળવા જવું છે એમ કહી અહીંયા ઉતારી દે. જોકે રવિવારે બપોરે બાપુનો ડ્રાઇવર અને ટ્રસ્ટી ખાસવાડી શમશન વાળા મંદિરે આવ્યા હતા પણ બાપુ નહીં આવતા કાળું મહારાજ દુઃખી થઈ ગયા.