ETV Bharat / city

કોંગ્રેસ-ભાજપ વચ્ચે ઈલુ ઈલુ, ટૂંક સમયમાં એ ભાજપમાં ભળી જશે: કેજરીવાલ

ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા અરવિંદ કેજરીવાલે (AAP Arvind Kejriwal) કોંગ્રેસ અને ભાજપ પર સણસણતા ચાબખા (Congress will Merged with BJP) માર્યા છે. આ સાથે તેમણે ગુજરાતની પ્રજાને રોજગારી, મફત વીજળી અને સારા શિક્ષણના વચન પણ આપ્યા છે. તેમણે ત્યાં સુધી કહ્યું છે કે, જો અમે કામ ન કરીએ તો અમને ધક્કા મારીને સત્તા પરથી કાઢી મૂકજો. જોકે, ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની ઈલુ ઈલુની વાતને લઈને ગુજરાતનું રાજકારણ ફરી ગરમાઈ શકે છે.

કોંગ્રેસ-ભાજપ વચ્ચે ઈલુ ઈલુ, ટૂંક સમયમાં એ ભાજપમાં ભળી જશે: કેજરીવાલ
કોંગ્રેસ-ભાજપ વચ્ચે ઈલુ ઈલુ, ટૂંક સમયમાં એ ભાજપમાં ભળી જશે: કેજરીવાલ
author img

By

Published : Aug 7, 2022, 4:54 PM IST

Updated : Aug 8, 2022, 2:39 PM IST

વડોદરા: ગુજરાતમાં આવેલા દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટી સુપ્રીમો અરવિંદ કેજરીવાલે (AAP Arvind Kejriwal) ભાજપ અને કોંગ્રેસ બન્ને પાર્ટીઓ પર તીખા (Target to BJP And Congress by AAP) તમતમતા વાર કર્યા છે. ખાસ કરીને કોંગ્રેસને ટોણો મારીને કહ્યું કે, ભવિષ્યમાં કોંગ્રેસ ભાજપ સાથે ભળી (Congress will Merged with BJP) જવાની છે. જોકે, એમના આ નિવેદનથી ગુજરાતના રાજકારણમાં ચોમાસું માહોલમાં ગરમાવો આવી ગયો છે. છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ નાં આગમન ટાણે જ ધોધમાર વરસાદ વરસતાં લોકો જે ખુરશી પર બેઠાં હતા તેજ ખુરશી ઓઢી લીધી.

આ પણ વાંચો: "ઘર ચલાને કે લિયે સાયન્સ કિ નહિ, હોમ સાયન્સ કી જરૂરત હોતી હૈ" કહેવતને સાબિત કરતા યુવરાજકુમારી

કેજરીવાલનું વચન: કેજરીવાલે લોકોનું અભિવાદન કર્યુ હતુ અનેજણાવ્યું હતું કે આપ ની સરકાર આવશે તો આદિવાસી વિસ્તારમાં દરેક ગામમાં મહોલ્લા ક્લિનિક બનશે. ગુજરાતમાં ગલી ગલીમાં દારૂ વેચાય છે. હજારો કરોડો રૂપિયાનું દારૂ કોણ વેચે છે. દિલ્હીમાં સારી શાળાઓ બનતા ગરીબ લોકો ડોકટર, વકીલ બની રહ્યા છે. ગુજરાતમાં ભાજપને વોટ આપશો તો એ લોકો દારૂ વેચશે. મને વોટ આપશો તો હું શાળાઓ બનાવીશ. વર્ષો ભાજપ કોંગ્રેસ વચ્ચે ઇલું ઇલું ચાલે છે.

27 વર્ષ પાણીમાં: રવિવારે વડોદરામાં પત્રકાર પરિષદ યોજીને અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, ગુજરાતમાં ભાજપના 27 વર્ષ પાણીમાં ગયા છે. કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ચાલી રહેલા ઈલુ ઈલુનો હવે અંત આવશે. આ ઉપરાંત અરવિંદ કેજરીવાલે ગુજરાતની પ્રજાને મસમોટા વાયદા કર્યા હતા. જેમાં મફત વીજળીથી લઈને આરોગ્યની સેવાઓનો સમાવેશ થાય છે. આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે દાવો કર્યો હતો કે, પંજાબમાં 25 લાખ ઘરમાં વીજળીનું બીલ ઝીરો આવ્યું છે. આ સવલતનો લાભ દિલ્હીવાસીઓ પણ લઈ રહ્યા છે. કારણ કે, પંજાબ અને દિલ્હીમાં આમ આદમી પાર્ટી સત્તા પર છે.

મફત વીજળી: અમારૂ પહેલું લક્ષ્યાંક લોકોને મફત વીજળી દેવાનું છે. ગુજરાતમાં વીજળી મોંઘી છે અને વીજળીના મુદ્દાને લઈને લોકો દુ:ખી થયા છે. દિલ્હીમાં સત્તા પર આવ્યા બાદ અમે દિલ્હીવાસીઓને મફતમાં વીજળી આપી છે. આગામી સમયમાં 51 લાખ જેટલા પરિવારોના ઘરે વીજળી નહીવત આવશે. અમે ગુજરાતમાં 24 કલાક વીજળી આપીશું. હવે તમારી પાસે એક મોકો છે. મને મત આપશો તો હું સ્કૂલો બનાવીશ. જો અમે કામ ન કરીએ તો ધક્કા મારીને કાઢી મૂકજો.

આ પણ વાંચો: ગણપતિ બાપા લાવવા પડશે મોંઘા : ભાવોના પગલે ઉત્પાદન પણ ઓછું

10 લાખ કરોની લોન: ભાજપે રૂપિયા 10 લાખ કરોડની લોન એમના મિત્રને આપી છે. આ અંગે તો યોગ્ય તપાસ થવી જોઈએ. એવી તે ભાજપને શું જરૂર પડી કે, રૂપિયા 10 લાખ એના મિત્રને આપવા પડ્યા, આવી તો ભાજપે ઘણી ચેરીટ્રી કરી છે. જેની ઊંડી તપાસ થવી જોઈએ.

Last Updated : Aug 8, 2022, 2:39 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.