વડોદરાઃ વડોદરાના સાંકરદા ખાતે હાલમાં છેલ્લા પાંચ વર્ષથી ભાડે રાખવામાં આવેલ ગોડાઉન પર કેમિકલની (Chemical Factory Vadodara) આડમાં ડ્રગ્સનો (Drugs Case in vadodara) વેપલો થઈ રહ્યો હોવાનું સામે આવતા તપાસ એજન્સીએ દરોડા (Gujarat ATS Search Operation) પાડ્યા હતા. ડ્રગ્સ માટે વાપરવામાં આવતું રો મટીરીયલ જપ્ત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ અંગે આરોપીને સાથે રાખીને સર્ચ ઑપરેશન (Vadodara SOG Gujarat ATS Join Operation) શરૂ કરવામાં આવ્યું હતું. નેક્ટર કેમ કેમિકલમાંથી પકડાયેલા ડ્રગ્સના આરોપી પીયુષ પટેલને સાથે રાખીને તપાસ એજન્સીએ પગલાં લીધા છે. ગુજરાત ATSની ટીમે સ્વસ્તિક સિરામિક કમ્પાઉન્ડના 13માં શેડમાં તપાસ ચાલું કરી હતી.
આ પણ વાંચોઃ લખતર નેશનલ હાઈવે પર અકસ્માતમાં છત્તીસગઢના ત્રણ યુવકોના મોત
કાચો માલ જપ્તઃ આ કેસમાં ગુજરાત ATSની ટીમે ડ્રગ્સ બનાવવા માટે વપરાતો કાચોમાલ જપ્ત કરી લીધો હતો. જેને તપાસ માટે મોકલાયો હતો. હાલમાં ગુજરાત ATSની ટીમે સમગ્ર ગોડાઉન સીલ મારી દીધું છે. જોકે, મળી આવેલી સામગ્રી પર FSLની ટીમે તપાસ શરૂ કરી દીધી છે. ગોદામ ભાડે રાખીને કાચોમાલ ડ્રગ બનાવવા માટે રાખ્યો હતો એવી આરોપીએ કબૂલાત કરી છે. તારીખ 16 ઓગસ્ટના રોજ ગુજરાત ATSની ટીમે વડોદરાના મોક્સી ખાતે નેક્ટર કેમ કંપનીમાં દરોડા પાડીને રૂપિયા 1125 કરોડની કિંમતનું 225 કિલો એમડી ડ્રગ્સ પકડી પાડ્યું હતું. જેની તપાસ કરતા ટીમને 18 કલાકનો સમય લાગ્યો હતો.
આ પણ વાંચોઃ ભારતમાં આતંકી હુમલાનું કાવતરૂ ઘડનારા ત્રાસવાદીની રશિયાએ કરી ધરપકડ
સુરતથી પકડાયાઃ આ કેસના બે આરોપી પીયુષ પટેલને વડોદરાથી અને મહેશ વૈષ્ણવને સુરતમાંથી પકડી લેવાયા હતા. એક વર્ષથી છાનીછુપી રીતે ધમધમી રહેલા ડ્રગ્સના વેપલાની ગંધ કોઈ પોલીસ કે સ્થાનિકોને પણ આવી ન હતી. આ કંપની કોરોનાની દવા બનાવવાની આડમાં ડ્રગ્સ બનાવી રહી હતી. કંપનીમાં તપાસ કરતા ડ્રગના થેલાઓ મળી આવ્યા હતા. જેની સામે ગુજરાત ATSની ટીમે કાયદેસરની કાર્યવાહી કરી છે. જોકે, આ કેસના તાર ગુજરાત બહાર હોવાની પણ આશંકા છે એવું સુત્રો કહે છે.