ETV Bharat / city

વાઘોડીયા વિધાનસભા બેઠક, જ્યાં બાહુબલી નેતાને ટક્કર આપવા કોંગ્રેસ કોને ઉતારશે તે પડકાર - મધુ શ્રીવાસ્તવની બેઠક

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) આવી રહી છે. ત્યારે ETV Bharat આપને ગુજરાતની તમામ વિધાનસભા બેઠકો વિશે માહિતી આપી રહ્યું છે. જેમાં દરેક બેઠકનું મહત્વ, VIP ઉમેદવાર અને શા કારણે વિધાનસભા બેઠકની ઓળખ છે એવી તમામ માહિતી આપના સુધી પહોંચાડીએ છીએ. આજે જાણો વાઘોડીયા વિધાનસભા બેઠક ( Vaghodia Assembly Seat ) વિશે.

વાઘોડીયા વિધાનસભા બેઠક, જ્યાં બાહુબલી નેતાને ટક્કર આપવા કોંગ્રેસ કોને ઉતારશે તે પડકાર

author img

By

Published : Sep 19, 2022, 11:46 PM IST

Updated : Sep 20, 2022, 1:47 PM IST

વડોદરા ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022)ની તૈયારીઓ થઈ ગઈ છે. ગુજરાતમાં વિધાનસભાની કુલ 182 બેઠકો છે. જેમાં વડોદરા જિલ્લામાં કુલ 10 બેઠકો પૈકી પાંચ બેઠકો શહેર અને પાંચ બેઠકો ગ્રામ્ય વિધાનસભા બેઠકો છે. વડોદરા ગ્રામ્યની પાંચ બેઠકો પૈકી વાઘોડીયા વિધાનસભા બેઠક (Vaghodia Assembly Seat) પર 1962થી અત્યાર સુધીમાં કુલ 13 વખત ચૂંટણીઓ લડાઈ ચૂકી છે. જેમાં ભાજપ અને કોંગ્રેસ લગભગ સરખા પ્રમાણમાં જ બેઠકો મળી છે. ભાજપ આ બેઠક પર 1998થી પ્રભુત્વ ધરાવે છે. ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ આ બેઠક પર સતત પાંચ ટર્મથી ચૂંટાતાં આવ્યા છે. જેઓ પ્રથમવાર 1995 માં અપક્ષ તરફથી લડ્યા હતાં અને 1998માં ભાજપમાં આવ્યા બાદ આ બેઠક ભાજપ હસ્તક છે.

આ બેઠકના મતદારોની સંખ્યામાં વધારો થઇ નોંધાઈ શકે છે

વાઘોડીયા વિધાનસભા બેઠકની ડેમોગ્રાફી વડોદરા ગ્રામ્યની વાઘોડીયા વિધાનસભા બેઠક (Vaghodia Assembly Seat)પર કુલ 2,43,473 મતદારો નોંધાયા છે. જેમાં પુરુષ મતદારોની સંખ્યા 1,25,454 છે તો સ્ત્રી મતદારોની સંખ્યા 1,18,016 નોંધાયા છે. આ બેઠક વડોદરા તાલુકાના અમુક ભાગનો સમાવેશ કરવામાં આવ્યો છે. અહીં તમામ જ્ઞાતિના લોકો વસવાટ કરે છે. વડોદરા વાઘોડીયા વિધાનસભા બેઠક ( Assembly seat of Vaghodia ) પર જાતિ સમીકરણની વાત કરવામાં આવે તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ મતદારોનું પ્રભુત્વ વધારે જોવા મળે છે. વાઘોડીયા બેઠક ઉપર કોઈ જાતિવાદી પ્રશ્ન હાલમાં જોવા નથી મળી રહ્યો જેના કારણે છેલ્લા છ ટર્મથી ભાજપનો ભગવો આ બેઠક પર લહેરાઈ રહ્યો છે.

આ બેઠક પર  બાહુબલી નેતાના વર્ચસ્વ સામે કોંગ્રેસ માટે મુશ્કેલી

અગાઉની વિધાનસભા ચૂંટણીઓના પરિણામ 2012માં ભાજપની આ બેઠક (Vaghodia Assembly Seat)પર ભવ્ય જીત થઈ હતી. વાઘોડીયા વિધાનસભા બેઠક છેલ્લા 7 ટર્મથી ભાજપ હસ્તક છે. આ બેઠક પર મધુ શ્રીવાસ્તવ ભાજપ પક્ષ અને કોંગ્રેસ તરફથી જયેશ પટેલ ચૂંટણી લડ્યા હતા. જેમાં મધુ શ્રીવાસ્તવને 51,137 મત મળ્યા હતાં અને જયેશ પટેલને 47844 મત મળ્યા હતાં. 2017 માં આ બેઠક પર ભાજપ પક્ષ તરફથી સતત જીત મેળવી રહેલા મધુ શ્રીવાસ્તવને જ મેદાનમાં ઉતારવામાં આવ્યા હતાં. તેમની સામે અપક્ષ ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જોરદાર ટક્કર આપી હતી. જેમાં મધુ શ્રીવાસ્તવને 63,049 મત મળ્યાં હતાં તો ધર્મેન્દ્રસિંહ વાઘેલાને 52,734 મતોથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ ચૂંટણીમાં કોંગ્રેસે આ બેઠક ગઠબંધન કરેલા પક્ષના ઉમેદવારની તરફેણમાં જતી કરી હતી. રાજુ અલવા કોંગ્રેસ તરફથી હતાં તેમણે બીટીપી ઉમેદવાર પ્રફુલ વસાવાને સમર્થન જાહેર કર્યું હતું જેની સાથે કોંગ્રેસે ગઠબંધન જાહેર કરેલુંં હતું.

ભાજપ સતત જીત્યો એ પહેલાં કોંગ્રેસ સતત જીતી હતી

વાઘોડીયા વિધાનસભા બેઠકની ખાસિયતો વાઘોડીયા વિધાનસભા બેઠક (Vaghodia Assembly Seat)નું મહત્વ ખૂબ જ વધારે છે. કેમ કે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ સરખી વખત જીત મેળવી છે. પરંતુ આ વિધાનસભા ચૂંટણીમાં છેલ્લા 6 ટર્મથી ચૂંટતા ભાજપના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ખૂબ જ પ્રચલિત છે. આ વિધાનસભા ક્ષેત્રમાં દેવ નદી પસાર થાય છે જે ખૂબ જ પ્રચલિત છે. વાઘોડીયા નજીક કેન્સરની જાણીતી હોસ્પિટલ ગોરજ મુનિસેવા આશ્રમ હોસ્પિટલ આવેલી છે. વાઘોડીયા વિસ્તારમાં GIDC આવેલી છે જેમાં જાણીતી કંપનીઓ આવેલી છે.

આ બેઠકના ધારાસભ્ય પોતે પણ આ મુદ્દાઓને લઇને વિરોધ કરતાં રહે છે

વાઘોડીયા વિધાનસભા બેઠકની માગ વડોદરા ગ્રામ્યની વાઘોડીયા વિધાનસભા બેઠક (Vaghodia Assembly Seat) છેલ્લા 6 ટર્મથી ભાજપ હસ્તક છે. હાલમાં વાઘોડીયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને બાહુબલી નેતા માનવામાં આવે છે. જેઓ અવારનવાર વિવાદોમાં ઘેરાયેલા જોવા મળે છે. ત્યારે આ વિસ્તારના લોકોના મુદ્દા અને સમસ્યાઓ જાણી નિરાકરણ લાવવા સરકાર સામે પણ અનેકવાર બાયો ચઢાવી ચૂક્યા છે. છતાં આ વિસ્તારમાં પીવાના પાણીનો પ્રશ્ન લોકોને સતાવી રહ્યો છે. ઘણા સ્થળોએ પૂરતું પાણી ન મળતું હોવાની બૂમો ઉઠી છે. આ ઉપરાંત ગંદકીના કારણે અમુક જગ્યાએ મચ્છરોનો ખૂબ જ ત્રાસ હોવાનું પણ જોવા મળ્યું છે. કેટલાક સ્થળે રોડ રસ્તાની હાલત બિસ્માર છે જેને લઈ સ્થાનિકોમાં નારાજગી છે.

Last Updated : Sep 20, 2022, 1:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.