ETV Bharat / city

Gujarat Assembly Election 2022 : જીતેન્દ્ર સુખડીયાએ એટલે ચૂંટણી નહીં લડવાનું કહ્યું હતું! સયાજીગંજ બેઠક જાળવવી પડકાર - જીતેન્દ્ર સુખડીયાની બેઠક

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) આવી રહી છે. ત્યારે ETV Bharat આપને ગુજરાતની તમામ વિધાનસભા બેઠકો વિશે માહિતી આપી રહ્યું છે. જેમાં દરેક બેઠકનું મહત્વ, VIP ઉમેદવાર અને શા કારણે વિધાનસભા બેઠકની ઓળખ છે એવી તમામ માહિતી આપના સુધી પહોંચાડીએ છીએ. આજે જાણો (142) વડોદરા સયાજીગંજ વિધાનસભા બેઠક ( Vadodara Sayajiganj Assembly Seat) વિશે.

Gujarat Assembly Election 2022 : જીતેન્દ્ર સુખડીયાએ એટલે ચૂંટણી નહીં લડવાનું કહ્યું હતું! સયાજીગંજ બેઠક જાળવવી પડકાર

author img

By

Published : Jun 7, 2022, 6:01 AM IST

વડોદરા : ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓની (Gujarat Assembly Election 2022)તૈયારીઓમાં બધા રાજકીય પક્ષો લાગેલાં છે તે જગજાહેર છે. સત્તાવાર જાહેરાતને સમય બાકી છે પણ સૌને ખ્યાલમાં છે કે આ વર્ષે ડીસેમ્બરમાં સામાન્ય ચૂંટણીનું ટાણું છે. ત્યારે રાજ્યના મહત્ત્વની મહાનગરપાલિકા વડોદરામાં સયાજીગંજ (142) બેઠક વિશે ( Vadodara Sayajiganj Assembly Seat)થોડી માહિતી લઇએ.

વડોદરા સયાજીગંજ વિધાનસભા બેઠક ડેમોગ્રાફી: થોડા મહિનાઓમાં ચૂંટણીઓ (Gujarat Assembly Election 2022)જાહેર થશે તે સ્વાભાવિક છે. ગુજરાતમાં વિધાનસભાની કુલ 182 બેઠકો છે. જેમાં વડોદરા જિલ્લામાં કુલ 10 બેઠકો છે. તે પૈકી 5 બેઠકો શહેર અને 5 બેઠકો ગ્રામ્ય વિધાનસભા બેઠકો આવેલી છે. વડોદરા શહેરની પાંચ બેઠકો પૈકી સયાજીગંજ (142) વિધાનસભા બેઠક (Assembly Seat of Vadodara Sayajiganj ) પર હાલમાં જીતેન્દ્ર સુખડીયા ધારાસભ્ય છે. તેઓ છેલ્લા 4 ટર્મથી ચૂંટાય છે. આ જનરલ બેઠક છેલ્લા 4 ટર્મથી ભાજપ હસ્તક છે. આ બેઠક પર ઓબીસી સાથે અન્ય મતદારોની સંખ્યા વધુ છે. આ બેઠક માટે ભાજપ અને કોંગ્રેસ પક્ષના ઉમેદવારો વચ્ચે સીધો જ જંગ જામે છે. આ બેઠકનું ( Vadodara Sayajiganj Assembly Seat)અસ્તિત્વ સંવિધાન અનુસાર કરવામાં આવેલ છે.

ચૂંટણીમાં આ મતોની બહુમૂલી કિંમત
ચૂંટણીમાં આ મતોની બહુમૂલી કિંમત

આ પણ વાંચોઃ Gujarat Assembly Election 2022 : વડોદરા શહેર વિધાનસભા બેઠકનો આ પ્રશ્ન નહીં ઉકેલાય તો મનીષાબેનને મુશ્કેલી થવાની શક્યતા

બેઠકના મતદારોની માહિતી - વડોદરા શહેરની સયાજીગંજ વિધાનસભા જનરલ બેઠક પર કુલ 2,93,563 મતદારો નોંધાયા છે. જેમાં પુરુષ મતદારોની સંખ્યા 1,50,663 છે. તો સ્ત્રી મતદારોની સંખ્યા 1,42,867 નોંધાયા છે. આ બેઠક પર ઓબીસી મતદારોની સંખ્યા સૌથી વધુ છે. આ બેઠકમાં છાણી-નવાયાર્ડ વિસ્તારનું પ્રભુત્વ છે. વડોદરા શહેરમાં સયાજીગંજ વિધાનસભા બેઠક પર જાતિ સમીકરણની વાત કરવામાં આવે તો સૌથી વધુ ઓબીસી જાતિ સાથે અન્ય જાતિના લોકો વસે છે. ઓબીસી મતદાર વધુ હોવાના કારણે છેલ્લા ચાર ટર્મથી ભાજપનો ભગવો આ બેઠક ( Vadodara Sayajiganj Assembly Seat)પર લહેરાઈ રહ્યો છે.

સુખડીયા ચૂંટણી ન લડે તો કોંગ્રેસને હરખના દહાડા?

2012 અને 2017ના પરિણામ - વડોદરા સયાજીગંજ વિધાનસભા બેઠક છેલ્લા 4 ટર્મથી ભાજપ હસ્તક છે. 2012માં જીતેન્દ્ર સુખડીયા (Jitendra Sukhdiya Seat) ભાજપ પક્ષ અને કિરીટ જોશી કોંગ્રેસ તરફથી ચૂંટણી લડ્યા હતાં. જીતેન્દ્ર સુખડીયાને 1,07,358 મત અને કિરીટ જોશીને 49,121 મત મળ્યા હતાં. 2012માં ભાજપની આ બેઠક પર ભવ્ય જીત થઈ હતી. 2017 માં આ ( Vadodara Sayajiganj Assembly Seat)બેઠક પર ભાજપ પક્ષ તરફથી છેલ્લા ચાર ટર્મથી ચૂંટાતા જીતેન્દ્ર સુખડીયા અને કૉંગ્રેસ પક્ષના નરેન્દ્ર રાવત પોતાની ઉમેદવારી પ્રજા સમક્ષ મૂકી હતી. જેમાં જીતેન્દ્ર સુખડીયાને 99,957 મત મળ્યા હતાં તો નરેન્દ્ર રાવતને (Narendra Rawat Seat) 40,825 મતોથી હારનો સામનો (Gujarat Assembly Election 2017) કરવો પડ્યો હતો.

સયાજીગંજ બેઠક વડોદરા શહેરની શાન
સયાજીગંજ બેઠક વડોદરા શહેરની શાન

વડોદરા સયાજીગંજ બેઠકની ખાસિયત -વડોદરાની પાંચ વિધાનસભા બેઠકોમાં સૌથી મોટી વિધાનસભા બેઠક સયાજીગંજ વિધાનસભા બેઠક છે. આ બેઠકમાં ( Vadodara Sayajiganj Assembly Seat)વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, ફતેગંજ લાલ ચર્ચ, એલેમ્બિક કંપની, રેલવેે સ્ટેશન, ગોરવા જીઆઇડીસી, ગેરી, સયાજીબાગ, સયાજીગંજ મતવિસ્તારની આગવી ઓળખ મનાય છે. તો બીજી બાજુ સયાજીગંજ મત વિસ્તાર નજીક આવેલી નંદેસરી ઔદ્યોગિક વસાહતના કારણે મોડી રાત્રે વછૂટતા કેમિકલના કારણે અવારનવાર લોકો મુશ્કેલીમાં મૂકાઇ જાય છે. આ મતવિસ્તારમાંથી વિશ્વામિત્રી નદી પણ પસાર થતી હોવાના કારણે ચોમાસાની ઋતુ દરમિયાન વિશ્વામિત્રી નદીના કિનારાના વિસ્તારોમાં પૂરના પાણી ઘૂસી જવાની સમસ્યા આજે વર્ષો પછી પણ યથાવત છે.

આના કારણે ભાજપ માટે પડકાર છે
આના કારણે ભાજપ માટે પડકાર છે

આ પણ વાંચોઃ ગુજરાત સરકારના પ્રધાનોનું વિધાનસભામાં કેવું રહ્યું પ્રદર્શન ? ફરી ટિકીટ માગતી વખતે લેવાશે નોંધ?

બેઠક વિસ્તારની માગણીઓ- સમસ્યાઓ -વડોદરા સયાજીગંજ વિધાનસભા બેઠક પર ( Vadodara Sayajiganj Assembly Seat)મહાનગરપાલિકાના સામાન્ય પ્રશ્નોનો સામનો નાગરિકો કરી રહ્યાં છે. ત્યારે સ્થાનિકોની માગ છે કે વડોદરા સયાજીગંજ વિધાનસભા ક્ષેત્રમાં વિવિધ સમસ્યાઓ જેમાં મુખ્ય સમસ્યા દૂષિત પાણી, ડ્રેનેજ અને ગંદકીની સમસ્યા છે. આ સમસ્યાઓ દૂર કરવાની નાગરિકો માંગણી કરી રહ્યા છે. આ વિસ્તારમાં ઔદ્યોગિક વસાહતના કારણે મોડી રાત્રે વછૂટતા કેમિકલના કારણે અવાર નવાર લોકો મુશ્કેલીમાં મુકાય છે. સાથે વડોદરા સયાજીગંજ વિસ્તારમાં છાણી અને નવાયાર્ડ વિસ્તાર ડેવલોપમેન્ટનો મોટો પ્રશ્ન છે, કેમ કે છેલ્લા 4 ટર્મથી ચૂંટાતા ભાજપ પક્ષના નેતા દ્વારા વિકાસ કરવામા આવ્યો નથી જેથી પ્રજામાં નારાજગી છે. સાથે આ વિસ્તારમાં પરશુરામ ભઠ્ઠા આવાસને લઈ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. જેથી ટિકીટ (Gujarat Assembly Election 2022) કપાઇ જવાના ડરે જાતે જ જીતેન્દ્ર સુખડીયા (Jitendra Sukhdiya Seat) ચૂંટણી નહીં લડે તેવું નિવેદન પહેલાં આપ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.