વડોદરા: ભાજપ દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીઓ (Gujarat Assembly Election 2022)ની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, જેના ભાગરૂપે નિગમોના ચેરમેનોના રાજીનામાં લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝના ચેરમેનપદે (Chairman of Gujarat Agro Industries)થી રાજીનામું ન આપનારા વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, વિકાસ કામોનું લોકાર્પણ (Inauguration of development works By Madhu Srivastava) કર્યા બાદ કમલમમાં જઈને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને રાજીનામુ આપીશ.
વિકાસના કાર્ય પૂર્ણ કરીશ પછી રાજીનામું આપીશ
ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે જણાવ્યું કે, રૂપાણી સરકારમાં જ્યારે એગ્રો નિગમની જવાબદારી આપી, ત્યારે રાજીનામુ આપવા ગયા હતા, પરંતુ તત્કાલીન મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ હમણાં રહેવા દો એવું કહી ટાળ્યું હતું. હવે 2 મહિના છે, મારા વિકાસના કામ પૂર્ણ કરીશ, પછી રાજીનામું આપીશ.
પ્રદેશ અધ્યક્ષનો આદેશ સર્વોપરી
મધુ શ્રીવાસ્તવે જણાવ્યું કે, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનો આદેશ હોવાથી રાજીનામું આપવાનું જ છે. સમયના અભાવને કારણે રાજીનામું આપી શકાયું નથી. કમલમ (Kamalam BJP Gujarat State Office)માં પ્રદેશ પ્રમુખ આવશે ત્યારે તેઓને મળી એગ્રો ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન પદેથી મારું રાજીનામું આપી દેવાનો છું. હજુ રાજીનામું આપવા માટે મારા પાસે 2 માસનો સમય છે. હજુ સુધી પ્રદેશ પ્રમુખને મળવાનું થયું ન હોવાથી રાજીનામું આપવાનું રહી ગયું છે.
આ પણ વાંચો: BJP Core Committee Announced : પ્રદેશ ભાજપે જાહેર કરી કોર કમિટી, 12 સભ્યોનો કરાયો સમાવેશ
શુ દિલ્હીથી નક્કી થશે મધુ શ્રીવાસ્તવની ટિકિટ?
મધુ શ્રીવાસ્તવે આગામી વિધાનસભાની ચૂંટણીના સવાલ પર બેબાક બોલતા કહ્યું કે, મારા દિલ્હીના નેતા મને જાણે છે, એ મને ટિકિટ (bjp ticket gujarat assembly election 2022) આપશે.