વડોદરા: હેડ કલાર્કની ભરતીની પ્રવેશ પરીક્ષાનું પેપર લીક (GSSSB Paper Leak 2021) થવાના મુદ્દે રાજ્ય સરકારને ઘેરવામાં આવી રહી છે. પેપર લીક થયું હોવાના આક્ષેપ કરનાર યુવરાજસિંહે તમામ પુરાવા રજુ કર્યા હોવાનો અને જરૂર પડે વધુ પુરાવા પણ સરકારને આપવાની તૈયારી બતાવી છે. તો બીજી તરફ રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ સરકારનો બચાવ કરતા પ્રતિક્રિયા આપી હતી.
આ પરીક્ષાઓ પ્રામાણિકતાથી લીધી છે: જીતુ વાઘાણી
શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યની સરકાર કોઈ પણ આવી બાબતને ગંભીરતથી લે છે. જ્યારે પણ આવા વિકૃત લોકો આવા કામ કરે છે ત્યારે સરકાર કડક પગલાં લે છે. હંમેશા એક્ઝામ પારદર્શક લેવા માટેના પ્રયત્ન થાય છે. તો વધુમાં જણાવ્યું હતું કે, ગૌણ સેવા સમિતિના ચેરમેન (GSSSB chairman) આસિત વોરાએ આદર્શ રીતે ભૂતકાળમાં પરીક્ષાઓ લઈ ચુક્યા છે. આ પરીક્ષા (GSSSB head clerk exam 2021)ઓ પ્રામાણિકતાથી લીધી છે. ભૂતકાળમાં કોંગ્રેસના શાસનમાં કેવી ભરતી થતી હતી તે બધાને ખબર છે. તો જીતુ વાઘાણીએ આડકતરી રીતે આસિત વોરાનો બચાવ કર્યો હતો.
આ પણ વાંચો: GSSSB Paper Leak 2021: યુવરાજસિંહ જાડેજાએ આપ્યા પેપર ફૂટ્યું હોવાના પુરાવા
આ પણ વાંચો: GSSSB Head Clerk Paper Leak: રાજકારણ ગરમાયું, કૉંગ્રેસ અને આપે ભાજપ સરકારને ઘેરી