વડોદરા : રાજ્ય સરકારે કોરોનાને ધ્યાને રાખીને ઉત્તરાયણ નિમિતે નવી ગાઇડલાઇન(Government's new guideline in Uttarayan) બહાર પાડી છે. ગાઇડલાઇનમા જણાવ્યા પ્રમાણે ઉત્તરાયણના દિવસે અગાસી પર ડીજે વગાડવા પર પ્રતિબંધ મુકવામાં(Prohibition on placing sound system) આવ્યો છે. બીજી તરફ લગ્નમાં પણ 150 વ્યક્તિની જ પરવાનગી હોવાના કારણે મોટાભાગના લગ્નો પણ હવે કેન્સલ થવા લાગ્યા છે, જેના કારણે વેપારીઓને મળેલા ઓર્ડર પણ કેન્સલ થઇ રહ્યા છે, જેના કારણે ડીજેના સંચાલકોમાં ભારે રોષ(Outrage among sound system traders) જોવા મળી રહ્યો છે.
ઉત્તરાયણ પર ડીજેના તમામ ઓર્ડર થયા કેન્સલ
શહેરમાં 600થી વધુ ડીજે સંચાલકો અને 500થી વધુ સાઉન્ડ સિસ્ટમના વેપારીઓ છે. ડીજેના વ્યવસાય થકી 5,000થી વધુ લોકોના પરિવારનું ગુજરાન ચાલે છે. તાજેતરમાં કોરોના કેસમા વધારો નોંધાતા સરકાર દ્વારા લગ્નમાં સંખ્યા 400 માંથી ઘટાડીને 150 કરી દેવામાં આવી છે, અંદાજિત 1,000થી વધુ લગ્નોમાં ડીજેના ઓર્ડર કેન્સલ કરી દેવામાં આવ્યા છે, તેમજ ઉત્તરાયણના તહેવાર પર પણ ડીજે વગાડવવા પર પ્રતિબંધ મુકવામાં આવતા 1,200 જેટલા ઓર્ડર કેન્સલ થતા ડીજે સંચાલકોને મસમોટું નુકશાન પહોંચ્યું છે.
હપ્તા પણ નીકળતા નથી : ડીજે સંચાલકો
ડીજે સંચાલકો અને સાઉન્ડ સિસ્ટમના વેપારીઓએ રોષ વ્યકત કરતા જણાવ્યું હતું કે, છેલ્લા 3 વર્ષથી વ્યવસાય થઇ રહ્યો નથી તેના કારણે હવે હપ્તાના પણ નીકળતા નથી, જેના કારણે ધરનું ગુજરાન ચલાવવું પણ હવે મુશ્કેલ બની રહ્યું છે. આ વખતે ઉતરાયણ અને લગ્નના પ્રંસગે જેમની પાસેથી એડવાન્સ લીધા હતા તેમને પરત કરવામાં હવે ફાંફા પડી રહ્યા છે.
આ પણ વાંચો : Government's new guideline in Uttarayan: પતંગના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળ્યો
આ પણ વાંચો : Rajkot kite sows the seeds : હીનલે બનાવ્યા અનોખા પતંગ, જમીન પર પડશે ત્યાં વૃક્ષ ઊગી નીકળશે