ETV Bharat / city

વડોદરામાં સરકારી હોસ્પિટલો કોરોના દર્દીઓથી હાઉસફૂલ

વડોદરામાં કોરોનાના દર્દીઓનો રાફડો ફાટ્યો છે. મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી સયાજી હોસ્પિટલનો કોરોના વોર્ડ દર્દીઓથી ઉભરાઈ રહ્યો છે. તેવામાં શુક્રવારે શ્વાસની તકલીફને કારણે આવેલા દર્દીઓને કોવિડ વોર્ડની લોબી બહાર જ સારવાર આપવામાં આવતા શહેરમાં સાચી કોરોનાની પરિસ્થિતિ કેવી હશે તેનો ભાસ થવા પામ્યો હતો.

corona
વડોદરામાં સરકારી હોસ્પિટલો કોરોના દર્દીઓથી હાઉસફૂલ
author img

By

Published : Apr 10, 2021, 2:46 PM IST

  • વડોદરામાં કોરોનાંનો કાળો કહેર યથાવત
  • હોસ્પિટલો દર્દીઓથી હાઉસફુલ થયા
  • સયાજી હોસ્પિટલમાં દર્દીઓને લોબીમાં જ સારવાર આપવામાં આવી

વડોદરા: રાજ્યમાં કોરોનાનો રાફડા ફાટ્યો છે. દિવસેને દિવસે કોરોનાના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. હાલની પરિસ્થિતિ ખૂબ જ નાજૂક છે. મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી સયાજી હોસ્પિટલના દ્રશ્યો ખુબજ ચિંતાજનક અને ભયજનક છે. સયાજી હોસ્પિટલનો કોવિડ વોર્ડ દર્દીઓથી ઉભરાઈ રહ્યો છે. દર્દીઓને વોર્ડની બહાર જ ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે. શ્વાસની તકલીફો વધતા હોસ્પિટલમાં સારવાર માટે દર્દીઓ આવી રહ્યા છે.ત્યારે કોવિડ વોર્ડની લોબીમાં દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.

શહેરમાં કોરોના ચરમસીમા પર

ચાલુ વર્ષે માર્ચ મહિનાથી કોરોનાની શરૂ થયેલી બીજી લહેરમાં કોરોના કેસોમાં ધરખમ વધારાની શરૂઆત થઈ હતી.જે બાદ એપ્રિલ મહિનામાં કોરોનાંએ તેજ ગતિ પકડી હતી.જેના કારણે શહેરના સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી હાઉસફુલ થયા હતા. જેથી તંત્ર દ્વારા વધુ બેડોની વ્યવસ્થા સાથે જુદાજુદા સ્થળોએ કોવિડ સેન્ટરો ઉભા કરવાની ફરજ પડી હતી. સયાજી હોસ્પિટલમાં કોવિડ વોર્ડમાં પથારીઓ દર્દીઓથી ભરાઈ જતા અન્યત્ર વોર્ડમાં કોવિડ દર્દીઓને સારવાર માટેની વ્યવસ્થા તાત્કાલિક ધોરણે કરવામાં આવી હતી, ત્યારે સયાજી હોસ્પિટલના કોવિડ વોર્ડની લોબી બહાર જ દર્દીઓને સારવાર આપવામાં આવતા અનેક તર્કવિતર્ક સર્જાયા હતા.

આ પણ વાંચો : કોરોનાનો કહેરઃ સયાજી હોસ્પિટલના તમામ બેડ હાઉસફૂલ

તાત્કાલિક વિભાગમાં કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યો

મળતી માહિતી પ્રમાણે સયાજીના તાત્કાલિક સારવાર કેન્દ્ર ઉપર ગત વર્ષે કોરોના મહામારી દરમિયાન પ્રથમ માળે કોવિડ સેન્ટર ઉભું કરાયું હતું. ત્યાર બાદ દર્દીઓમાં વધારો થતાં તેની ઉપરના તમામ માળને કોવિડ સેન્ટરમાં પરિવર્તિત કરાયા હતા. જ્યારે ગ્રાઉન્ડફ્લોર પર એમએલઓ રૂમની અંદર ઓપીડી શરૂ કરવામાં આવી હતી.

કોરોના વોર્ડની લોબીમાં દર્દીઓ લઈ રહ્યા છે સારવાર

હાલ ચાલુ વર્ષે પણ કોરોનાનું સંક્રમણ ફેલાતા દર્દીઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે.તેવામાં દર્દીઓને લાવા લઈ જવા માટે કાર્યરત 108 એમ્બ્યુલસમાં શ્વાસની તકલીફ વાળા દર્દીઓને ખાસ ઓક્સિજનની જરૂર પડતી હોય છે. ઘણી વખત દર્દીને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં લાવી તાત્કાલિક ઓક્સિજન પૂરું પાડવા માટે ઘણી મુશ્કેલીઓ પડતી હતી. બીજી તરફ ઓક્સિજનની પણ તાતી જરૂરિયાત ઉભી થઇ હતી.જેથી કરીને ઓક્સિજનનો પુરવઠો મંગાવી હાલ કોવિડ ના ગ્રાઉન્ડફ્લોર પર જ રાખવામાં આવ્યો છે.જેથી કરીને 108 એમ્બ્યુલન્સને નીચે ઓપીડી માંથી જ ઓક્સિજનનો બોટલ સરળતાથી મળી રહે.અને દર્દીઓનો જીવ બચાવી શકાય.

આ પણ વાંચો : વડોદરાની સયાજી હોસ્પિટલ હાઉસફૂલ, વધુ બેડની કરાઇ વ્યવસ્થા

5 દર્દીઓને ઓક્સીજનની જરૂર પડી

શુક્રવારે આશરે 5 જેટલા દર્દીઓ જેઓને શ્વાસની તકલીફ હોવાથી એમ્બ્યુલન્સ મારફતે સયાજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.જ્યાં કોવિડ વોર્ડ પહેલેથી ફૂલ હોય નીચે લોબીમાં જ તેમને તાત્કાલિક ઓક્સિજન પૂરું પાડી તેમજ યોગ્ય સારવાર આપવામાં આવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં કોરોનાનું ચિત્ર કાંઈ અલગ જ છે. સાચી હકીકત ઉપર તંત્ર દ્વારા ઢાંક પીછોડો કરવામાં આવી રહ્યો છે.દિનપ્રતિદિન કોરોનાં સંક્રમિત દર્દીઓની સાથે સાથે મૃત્યુ આંક પણ વધી રહ્યો છે.જોકે પાલિકા તંત્ર આંકડાકીય માયાજાળ રચી સબસલામતીના દાવા કરી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.