- કોરોનાકાળમાં મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલો દ્વારા લૂંટફાટ કરવામાં આવી
- વડોદરા સ્ટર્લિંગ હોસ્પિટલે પલ્મોનોલોજીસ્ટ તબીબને પૂરતું ચુકવણું નહીં કર્યું હોવાનાં આક્ષેપો
- મેયર અને ધારાસભ્યએ વધુ નાણાં ચૂકવનાર દર્દીઓને નાણાં પરત કરાવવાની કરી જાહેરાત
વડોદરા : કોરોનાકાળમાં મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલો દ્વારા દર્દીઓ સાથે લૂંટફાટ કરી હોવાની પૂર્વ પ્રધાન યોગેશ પટેલે આક્ષેપો કર્યા હતા. તો સામે પલ્મોનોલોજીસ્ટ તબીબ ડો. સોનિયા દલાલે સ્ટર્લિંગ હોસ્પિટલે કોરોનાકાળ દરમ્યાન કરોડો રૂપિયા ચૂકવ્યાં ન હોવાનાં આક્ષેપ પણ કર્યા હતા. અને આ અંગે ક્રાઇમ બ્રાન્ચમાં અરજી કરી હતી જેની ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે.
કોરોનાકાળમાં વધુ નાણાં ચૂકવ્યા હશે તો પરત અપાવશે
મેયર કેયુર રોકડીયા દ્વારા કોરોનાકાળમાં જે દર્દીઓએ વધુ નાણાં ચૂકવ્યા હોય તેઓ સામે આવે તેમને નાણાં પરત અપાવવાની જાહેરાત કરી હતી. તો બીજી તરફ ધારાસભ્ય જીતુ સુખડીયાએ પણ કોરોનાકાળમાં હોસ્પિટલો દ્વારા લૂંટફાટ કરાવવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
આ પણ વાંચો : પુષ્ય નક્ષત્રમાં Gold-Silver ખરીદવા અમદાવાદવાસીઓ ઉમટ્યાં
આ પણ વાંચો : Grade pay issue : વિરોધ કરનાર કોંગ્રેસના કાર્યકરો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ, ગુજરાતમાં આ રીતની પ્રથમ ફરિયાદ