ETV Bharat / city

ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણ કોરોના સંક્રમિત થયા - Irfan pathan news

વડોદરાના ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણ કોરાના પોઝિટિવ થયા છે. તેમને ફેસબુક દ્વારા માહિતી તેમના ફોલોઅર્સને આપી છે. થોડા દિવસ અગાઉ જ તેમના મોટાભાઈ યુસુફ પઠાણ કોરોના સંક્રમિત થયા હતા.

ઇરફાન પઠાણ
ઇરફાન પઠાણ
author img

By

Published : Mar 30, 2021, 7:59 AM IST

Updated : Mar 30, 2021, 12:26 PM IST

  • રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાનો વિસ્ફોટ
  • સચિન, યુસુફ પછી ઇરફાન પઠાન પણ કોરોના પોઝિટિવ
  • ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણ કોરોના સંક્રમિત

વડોદરા : રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાનો વિસ્ફોટ થયો છે. દરરોજ કરોનાના કેસની સંખ્યા વધી રહી છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે મેડિકલ બુલેટિન બહાર પાડવામાં આવે છે. તેમાંં આજે મંગળવારે 324 જેટલા પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણ કોરોના સંક્રમિત હોવાથી તે હોમ કોર્નટાઇન છે.

ઇરફાન પઠાણે હોમ ક્વોરેન્ટાઇનમાં સારવાર હેઠળ

ઇરફાન પઠાણ હોમ ક્વોરેન્ટાઇન હેઠળ સારવાર લઇ રહ્યા છે. ઈરફાન પઠાણે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકી તેમના ફોલોવર્સને માહિતી આપી હતી. થોડા દિવસ અગાઉ ઇરફાન પઠાણના મોટાભાઈ યુસુફ પઠાણ કોરોના સંક્રમિત થયા હતા. તેઓ પણ હોમ ક્વોરેન્ટાઇનમાં સારવાર હેઠળ છે. ઇરફાન પઠાણે કોવિડ ટેસ્ટ કરાવતા તેમનો ટેસ્ટ પોઝિટિવ આવતા તેવો હોમ ક્વોરેન્ટાઇન થયા છે. પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર પણ કોરોના સંક્રમિત થયા છે.

આ પણ વાંચો : ઇરફાન પઠાણે સન્યાસને લઇને કર્યો ખુલાસો, કહ્યું- ઘરેલું ક્રિકેટમાં સારુ પ્રદર્શન છતા ટીમમાં સ્થાન ન મળ્યું

યુસુફે ટ્વીટ કરી પોતાના કોરોના સંક્રમિત હોવાની માહિતી આપી

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. યુસુફે શનિવારે પોતાના ટ્વીટર હેન્ડલ દ્વારા આ માહિતી આપી હતી. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે, " અને હું કોરોનાથી સંક્રમિત થયો છું. મને કોરોનાના હળવા લક્ષણો છે. આ વાતની પુષ્ટિ થયા પછી હું ઘરે જાતે જ અલગ થઈ ગયો છું અને જરૂરી સાવચેતી અને દવાઓ લઈ રહ્યો છું. હું વિનંતી કરું છું કે, બધા લોકો જે મારા સંપર્કમાં આવ્યા છે, તેઓએ જલ્દી જ તેઓએ જલ્દી જ તેમની તપાસ કરાવી લેવી જોઈએ. "

આ પણ વાંચો : હું ફાસ્ટ બોલર્સને લઈને ચિંતિત છું: ઇરફાન પઠાણ

સચિને રાયપુરમાં રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝમાં ભાગ લીધો

સચિને તાજેતરમાં જ રાયપુરમાં રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝમાં ભાગ લીધો હતો. આ ટી-20 ટૂર્નામેન્ટમાં સચિનની આગેવાનીમાં ઈન્ડિયા લિજેન્ડ્સની ટીમ ચેમ્પિયન બની હતી. માસ્ટર બ્લાસ્ટર ક્રિકેટર સચિને ટ્વીટર પર કોરોનાથી ચેપ લાગવાની માહિતી આપી હતી.

સચિને ઓફિશયલ ટ્વીટર હેન્ડલ પર ટ્વીટ કરીને જાણકારી આપી

સચિને તેના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પર લખ્યું હતું કે, 'હળવા લક્ષણો જોવા મળ્યા બાદ આજે હું કોરોના પોઝિટિવ થયો છું. મેં ખુદને હોમ ક્વોરેન્ટાઇન કર્યો છે. હું આ રોગચાળાને લગતા તમામ જરૂરી પ્રોટોકોલોને અનુસરી રહ્યો છું. હું તમામ આરોગ્યસંભાળ વ્યાવસાયિકોનો આભાર માનું છું કે, જેઓ દેશભરમાંથી મને સમર્થન આપી રહ્યા છે. દરેક વ્યક્તિએ પોતાનું ધ્યાન રાખવું જોઈએ.' દેશમાં ફરી એકવાર કોરોના વાયરસનો ફેલાવો શરૂ થઇ થયો છે.

Last Updated : Mar 30, 2021, 12:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.