ETV Bharat / city

વડોદરામાં ફાયરિંગની ઘટના: 2 ઇજાગ્રસ્તને સયાજી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા - વડોદરાની સયાજી હોસ્પિટલ

વડોદરા શહેર નજીક દુમાડ ચોકડી પાસે લગભગ એક વાગ્યાના સુમારે ગાડીમાં આવેલા 9થી 10 હુમલાખોર દ્વારા આડેધડ ગોળીબાર કરતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આ હુમલામાં 2 ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હુમલાખોરો ગોળીબાર કરી નાસી છૂટતાં પોલીસે હુમલાખોરોને પકડવાની તજવીજ હાથ ધરી છે.

ETV BHARAT
2 ઇજાગ્રસ્તને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
author img

By

Published : Oct 19, 2020, 7:14 PM IST

  • વડોદરાની દુમાડ ચોકડી પાસે ફાયરિંગ
  • ફાયરિંગમાં 2 લોકો ઇજાગ્રસ્ત
  • પોલીસે તપાસ હાથ ધરી

વડોદરા: દુમાડ ચોકડી પાસે વાહનોમાં આવેલા અજાણ્યા શખ્સોએ ગોળીબાર કર્યો હતો. આ હુમલા અને ગોળીબારની ઘટનામાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ચોક્કસ સમાજના લોકો પર થયેલા ગોળીબાર અને હુમલાની ઘટનાને પગલે આ સમાજના લોકો પહોંચી જતા ઉત્તેજના ફેલાઈ ગઈ હતી.

ફાયરિંગના પગલે અરાજકતા ફેલાઇ

બ્રેઝા ગાડીમાં આવેલા 9થી 10 જેટલા હુમલાખોરોએ હુમલો કરતાં 2 શખ્સો ઇજાગ્રસ્ત થયા હતા. ચોક્કસ સમાજના લોકો પર થયેલા ગોળીબાર અને હુમલાની ઘટનાને પગલે આ સમાજના લોકો પહોંચી જતા ઉત્તેજના ફેલાઈ ગઈ હતી.

2 લોકો ઇજાગ્રસ્ત

મળતી માહિતી મુજબ સોમવારે બપોરના સમયે બ્રેઝા ગાડીમાં 9થી10 જેટલા હુમલાખોરોએ અચાનક હુમલો કર્યો હતો. જેમાં માર મારવાની સાથે હુમલાખોર દ્વારા 6થી 7 રાઉન્ડ ગોળીબાર થયો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ETV BHARAT
ઈજાગ્રસ્ત

પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી

ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ કાફલા સાથે ધસી આવ્યા હતા. આ ઘટનાને પગલે વાહન ચાલકોમાં ભય ફેલાયો હતો. જે બાદ પોલીસે ટ્રાફિક શરૂ કરાવી ઘટનાની તપાસ હાથ ધરી હતી. આ ઘટનાનું ચોક્કસ કારણ હજૂ જાણવા મળ્યું નથી.

2 ઇજાગ્રસ્તને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

ટ્રાફિક પોલીસે બનાવ્યો વીડિયા

દુમાડ ચોકડી પાસે ચોક્કસ સમાજના શખ્સો પર ગોળીબાર અને હુમલો કરવામાં આવ્યો, ત્યારે ટ્રાફિક પોલીસ સામાન્ય માણસની જેમ ઈજાગ્રસ્તોનો વીડિયો બનાવતા જોવા મળી હતી.

ઈજાગ્રસ્તનું નિવેદન

આ સમગ્ર ઘટના અંગે ઈજાગ્રસ્ત વજુ ભરવાડે જણાવ્યું કે, તે હુમલાખોરોને ઓળખતા નથી. આ ઉપરાંત ભૂતકાળમાં પણ તેમની સાથે આ પ્રકારની કોઈ ઘટના બની નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.