વડોદરા - વડોદરાના પ્રખ્યાત રાજુ આમલેટની કારેલીબાગ વિસ્તારમાં આવેલી આઉટલેટમાં આજે ભયંકર આગની (Fire in Vadodara) ઘટના બની હતી. જેમાં રાજુ આમલેટની દુકાનમાં એકાએક આગ લાગતાં સમગ્ર બિલ્ડીંગ (Fire in Mahalakshmi Complex of Karelibaug) પણ લપેટમાં આવ્યું હતું. આગના બનાવના કારણે વિસ્તારમાં નાસભાગ મચી હતી.
આગની જ્વાળાઓ બાજુના કોમ્પ્લેક્સમાં ફેલાઈ -વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં મુક્તાનંદ ત્રણ રસ્તા ખાતે આવેલી પ્રખ્યાત રાજુ આમલેટની દુકાનમાં આજે એકાએક આગ ફાટી નીકળી હતી. આગે જોતજોતામાં એવું ભીષણ રૂપ ધારણ કર્યુ હતું કે આખી દુકાન આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી. એટલું જ નહીં આ આગની જ્વાળાઓ બાજુના કોમ્પ્લેક્સ સુધી પણ ફેલાઈ હતી. મહત્વનું છે કે આગના કારણે સમગ્ર બિલ્ડીંગ લપેટમાં આવી હતી. આગ ધીરે ધીરે પ્રસરીને એક કોમ્પ્લેક્સમાંથી બાજુના કોમ્પ્લેક્સમાં ફેલાઈ હતી.
આ પણ વાંચોઃ Fire in Vadodara : મોટી કોરલ ગામના આશાપુરા માતાના મંદિરમાં ભીષણ આગ, જૂઓ વીડિયો
ફાયર વિભાગે આગ બૂઝાવી -કોમ્પ્લેક્સના ઉપરના ફ્લોર પરની ઓફિસના કર્મચારીઓ આગની જાણ થતાં જ તાત્કાલિક બહાર દોડી આવ્યાં હતાં અને ફાયર વિભાગને જાણ કરી હતી. બનાવ જાણ થતાંની સાથે જ ફાયર વિભાગનો કાફલો (Vadodara Fire Department ) ઘટનાસ્થળે દોડી ગયો હતો. પાણીનો મારો ચલાવીને આગને બૂઝાવવાનો પ્રયાસ કરાયો હતો.
આ પણ વાંચોઃ વડોદરા અલકાપુરી ગરનાળામાં ભીષણ આગ લગાડવામાં આવી હતી
ચાર દુકાન ખાખ થઇ ગઇ -ઉલ્લ્ખેનીય છે કે ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવાઈ હતી. પરંતુ ત્યાં સુધીમાં આખી દુકાન આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી. આખી દુકાન કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી. ઉપરના ફ્લોર પર જવાના દાદરા પણ બળીને ખાખ થઈ ગયા હતાં. પ્રાથમિક માહિતી મુજબ દુકાનમાં રહેલા ગેસના નીચેના ભાગે આગ (Fire in Vadodara) લાગતાં આગ પ્રસરી હતી. જોકે, આગ લાગવાનું સાચું કારણ હજી જાણવાં મળ્યુ નથી.