વડોદરા: નિઝામપુરા વિસ્તારમાં આવેલી આર્શીવાદ હોસ્પિટલના (Arshivad Hospital Vadodara) ઓપરેશન થિયેટરમાં (Fire in the operation theater) આજે શુક્રવારે સાંજના સમયે આગ લાગી હતી, અને જોત જોતામાં ધુમાડાના ગોટેગોટા થઈ ગયા હતા. આગ લાગતા હોસ્પિટલમાં રાખેલ ફાયર એલાર્મ વાગતા લોકોને આગ લાગી હોવાની જાણ થઈ હતી.
આ પણ વાંચો : જામનગરના ઠેબા ચોકડી પાસેથી ગેરકાયદે બાયોડીઝલનો જથ્થો ઝડપાયો
ફાયરબ્રિગેડના જવાનો હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા
હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીના સબંધીને આગ લાગવાની જાણ થતાં, તુરંત હોસ્પિટલના વિજપ્રવાહની મેઈન સ્વીચ બંધ કરી દીધી હતી, જેને લઈને હોસ્પિટલમાં દોડધામ મચી હતી. બનાવની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવતા ફાયરબ્રિગેડના જવાનો હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો.
આ પણ વાંચો : 2008 Bomb Blast Case Hearing : સજાના ફરમાનની કાર્યવાહી આગળ વધી, 14 ફેબ્રુઆરી યોજાશે વધુ સુનાવણી
4 દર્દીઓને રેસ્ક્યુ કરાયા
હોસ્પિટલમાં આગ લાગી ત્યારે 4 દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા અને આગની ઘટનાને પગલે હોસ્પિટલમાં ધુમાડો ધુમાડો થઈ ગયો હતો. જેને લઈને સારવાર લઈ રહેલા દર્દીઓને તાત્કાલિક રેસ્ક્યુ (4 patients rescued) કરાયા હતા. જેઓને સારવાર હેઠળ અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે આગની ઘટનામાં કોઈને જાનહાની પહોંચી ન હતી.