વડોદરા: વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલ સેલ્સ ઈન્ડિયાના બેઝમેન્ટમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આ બનાવની જાણ ફાયરબ્રિગેડને થતાં ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી.
વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા હોમ એપ્લાયન્સિસના શો-રૂમના બેઝમેન્ટમાં આગ ફાટી નીકળી હતી. આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ ઘટના સ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી.
મળતી માહિતી અનુસાર,ગોત્રી વિસ્તારમાં આવેલ સેલ્સ ઇન્ડિયાનો શો-રૂમ છે. સવારે 8 વાગ્યે શોરૂમ ખોલ્યો હતો. દરમિયાન 11 વાગ્યાના સુમારે ખબર પડી કે, બેઝેમેન્ટમાંથી ધુમાડા નીકળે છે. તુરંત જ શો-રૂમના કર્મચારીઓ, સ્ટાફ બહાર નીકળી ગયા હતા. ફાયર સેફ્ટીના સાધનો દ્વારા આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગ કાબૂમાં ન આવતા ફાયર બ્રિગેડને જાણ કરી હતી.