વડોદરાઃ નંદેસરી વિસ્તારમાં કંપનીમાં ભીષણ આગના (Fire in Nandesari GIDC ) સમાચાર મળી રહ્યાં છે. દીપક નાઈટ્રેટ નામની ખાનગી કંપનીમાં (Fire at Deepak Nitrate Factory in Nandesari) બોઇલર ફાટતા ભીષણ આગ લાગી છે.
પાંચ ધડાકાથી આખો વિસ્તાર ધ્રુજી ઉઠ્યો - આગ કયા કારણોસર લાગી તે વિશે હાલ જાણી શકાયું નથી પરંતુ અનુમાન લગાવાઇ રહ્યું છે કે આગ કેમિકલ બ્લાસ્ટના કારણે લાગી હોઇ શકે છે. નંદેસરીની દીપક નાઇટ્રેટ ફેકટરીમાં એક પછી એક પાંચ ધડાકાથી (Fire at Deepak Nitrate Factory in Nandesari) આખો વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો. આગ અને ઘડાકાના પગલે આજુબાજુના પ્લાન્ટને પણ અસર થઇ છે. ઘડાકો એટલો જોરદાર હતો કે પાંચ કિલોમીટર દૂરથી આગ નિહાળી શકાય છે.
આ પણ વાંચોઃ સઈઝ GIDC માં દવા બનાવતી કંપનીમાં આગ, બ્રિગેડ કોલ જાહેર કરાતા ચાર જિલ્લાના ફાયર ટીમ દોડી
ફાયરનો મેજર કોલ અપાયો -નંદેસરી ખાલી કરવા આદેશ અપાયાની અફવાને પગલે વિસ્તારમાં હાલ અફડાતફડીનો માહોલ જોવા મળી રહ્યો છે.વડોદરા ફાયર વિભાગ દ્વારા બ્રિગેડ કોલ (Vadodara Fire Major Call) અપાયો છે. પહેલા કોલ સાથે ત્વરિતપણે પાંચ જેટલી ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરી દેવાઇ છે.
આ પણ વાંચોઃ ધડાકા બાદ ધુમાડાંના ગોટેગોટા,દહેજની કંપનીમાં બ્લાસ્ટ થતા 20 શ્રમિક ઈજાગ્રસ્ત 3 ગંભીર
10થી વધુ લોકો ઇજાગ્રસ્ત - હાલ તુરત આગના બનાવને (Fire at Deepak Nitrate Factory in Nandesari) પગલે જાનહાનિ કેટલી થઇ તે વિશે જાણી શકાયું નથી પરંતુ પ્રાથમિક માહિતી પ્રમાણે આ ઘટનામાં 10થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયાં છે. 6 કામદારોને છાણીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયાં છે. જ્યારે ફાયર વિભાગની 10 ગાડીયો ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવા પ્રયાસો કરી રહી છે. આસપાસના વિસ્તારમાં ભીષણ આગને પગલે ઘૂમાડાના ગોટેગોટા હાલ પણ જોવા મળી રહ્યાં છે.
ફાયર ઓફિસરે શું કહ્યું - નંદેસરીની જીઆઇડીસીની દીપક નાઈટ્રેટ કંપનીમાં આગ મામલે વડોદરા ફાયર વિભાગના ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે હજુ સુધી કંપનીમાં કેઝ્યુલિટી અંગે કોઈ માહિતી નથી. આઇપીના બેરલમાં આગ લાગી હતી. જેમાં 1 હજારથી 5 હજાર લીટરના બેરલ હતાં. હાલ આગની ઘટનાને બ્રિગેડ કોલ જાહેર કરાયો છે અને વડોદરા ફાયર વિભાગની 7 ટેન્કરો આગ બૂઝાવવાના કામે લગાડવામાં આવી છે.