ETV Bharat / city

મકરપુરા જીઆઈડીસીમાં અગરબત્તી બનાવતી શ્રીજી ફેક્ટરીમાં આગ

મરપુરા જીઆઈડીસીમાં અગરબત્તી બનાવતી શ્રીજી ફેક્ટરી માં લાગી આગ લાગતા ફાયર બ્રિગેડના લાશ્કરો ઘટના સ્થળે પહોંચીને મહામહેનતે આગ પર કાબું મેળવ્યો, જોકે આગને કારણે કોઇ પણ પ્રકારની જાનહાની નહોતી થઇ પરંતુ લાખો રુપિયાનું નુક્શાન થયું હતું.

fire
મકરપુરા જીઆઈડીસીમાં અગરબત્તી બનાવતી શ્રીજી ફેક્ટરીમાં આગ
author img

By

Published : Mar 24, 2021, 1:27 PM IST

  • મકરપુરા GIDCમા આવેલી અગરબત્તીની ફેક્ટરીમાં આગ
  • આગને કારણે લાખો રુપિયાનું થયું નુક્શાન
  • આગને કારણે કોઇ જાનહાની નહીં

વડોદરા: શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલી અગરબત્તી બનાવતી ફેકટરીમાં આજે સવારે ભીષણ આગ લાગી હતી. આગને કારણે 15 જેટલાં લાશ્કરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ ને કાબુમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. લાશ્કરો દ્વારા મહામહેનત દ્વારા આગ પર કાબું મેળવાયો હતો. આગ કયા કારણોસર લાગી તેનું કારણ હજુ અકબંધ છે. આગને કારણે લાખો રૂપિયાનો નુકસાન થયું હતું.

આ પણ વાંચો : સાહિબાબાદની એક ફેક્ટરીમાં ભીષણ આગ, 13 લોકો આગની ઝપેટમાં

મકરપુરા જી.આઈ.ડી.સી.માં અગરબત્તી બનાવતી કંપનીમાં આગ
વડોદરા શહેરના મકરપુરા GIDC મા શ્રીજી અગરબત્તી નામની કંપની આવેલ છે. જેમાં આજે સવારે એકાએક આગ લાગતા નાસભાગ મચી હતી. કંપનીમાં કોઈ કામદાર ન હોવાથી કોઇ પણ પ્રકારની જાનહાની નહોતી થઇ. જોકે અગરબત્તી બનાવવામાં વપરાતા પરફ્યુમનો સ્ટોક આગની લપેટમાં આવી જતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું. આસપાસમાં આવેલી મિલકત આગની લપેટમાં ન આવી જાય તે માટે ફાયરબ્રિગેડ દ્વારા સાવચેતીના ભાગ રૂપે ચાર ફાયરફાઈટર ને સ્ટેન્ડ બાય રાખ્યા હતા, લાશ્કરો દ્વારા મહામહેનત બાદ આગ પર કાબું મેળવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : ખાનપુરમાં પી એન્ડ ટી બિલ્ડીંગમાં આગ લાગતા સંપૂર્ણ બિલ્ડીંગમાં દોડધામ મચી

કંપનીને થયું લાખો રુપિયાનું નુક્શાન

આ ઘટનામાં અગરબત્તી બનાવવામાં વપરાતા કાચા માલ તેમજ ફેકટરી બિલ્ડીંગ ને ભારે નુકશાન થયું હતું. આગની ઘટના બનતા ની ફાયર બ્રિગેડ ની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી આગે વિકરાળ સ્વરૂપ લેતા ફાયર બ્રિગેડની ૧૫ જેટલી ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી આગને કાબૂમાં લીઘી હતી. જોકે આગ કયા કારણસર લાગી હતી તેનું કારણ હાલ અકબંધ છે. આગને કારણે કંપનીમાં લાખો રૂપિયાથી વધુનું નુકસાન થયું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.