ETV Bharat / city

વડોદરાની MS Uniમાં ABVP અને NSUIનાં કાર્યકરો વચ્ચે પોલીસની હાજરીમાં થઇ મારામારી, પોલીસ પ્રેક્ષક બનીને જોતી રહી - Akhil Bharatiya Vidyarthi Parishad

વડોદરાની MS Uni માં ABVP(Akhil Bharatiya Vidyarthi Parishad) અને NSUI(National Students' Union of India) ના કાર્યકરો વચ્ચે ભારે ઘર્ષણ(Fighting between ABVP and NSUI activists) જોવા મળ્યું હતું. આ બાબતની જાણ પોલીસને થતા કાફલો ઘટના સ્થળે પહોચી ગયો હતો, તેમ છતા પોલીસની હાજરીમાં પણ બન્ને જુથો આમને સામને આવી ગયા હતાં. આ મારામારીમાં એક કાર્યકર્તાને ઇજા પણ પહોચી હતી અને પોલીસે NSUIનાં બે કાર્યકરની અટકાયત(Detention of two NSUI activists) કરી હતી.

પોલીસ પ્રેક્ષક બનીને જોતી રહી
પોલીસ પ્રેક્ષક બનીને જોતી રહી
author img

By

Published : Dec 28, 2021, 8:28 AM IST

વડોદરા: વડોદરામાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની પોલિટેકનિકની કોલેજમાં ABVP(Akhil Bharatiya Vidyarthi Parishad) અને NSUI(National Students' Union of India)ના કાર્યકરો વચ્ચે મારામારી થઇ(Fighting between ABVP and NSUI activists) હતી. આ બનાવમાં ABVPના કાર્યકરને માથામાં લાકડીનો ફટકો વાગવાથી ઇજા થતાં સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયો હતો. બીજી બાજુ પોલીસે NSUIના બે કાર્યકરોની અટકાયત(Detention of two NSUI activists) કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ABVP અને NSUIના કાર્યકરો વચ્ચે બપોરે મારામારીનો બનાવ પોલીસની હાજરીમાં જ બન્યો હતો.

ABVP અને NSUIનાં કાર્યકરો વચ્ચે પોલીસની હાજરીમાં થઇ મારામારી

ABVP દ્વારા NSUIના કાર્યકરો પર આક્ષેપો

MS યુનિવર્સીટીની પોલિટેકનિક કોલેજમાં એક વિદ્યાર્થી પેઇન્ટિંગ કરી રહ્યો હતો, તે દરમિયાન NSUIના છથી સાત કાર્યકરો કોલેજ કેમ્પસમાં આવી પહોંચ્યા હતા અને પેઇન્ટિંગ કરી રહેલા યુવાનને તું ABVPમાં કેમ કામ કરે છે અને સોશિયલ મીડિયામાં કેમ પોસ્ટ મુકે છે તેમ જણાવી માર માર્યો હોવાનો ABVPના કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો. આ ઘટના બાદ તેઓ મેનેજમેન્ટને હુમલાખોરો સામે કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવા માટે ગયા હતા. પરંતુ, મેનેજમેન્ટ દ્વારા કાર્યવાહી કરવાનો ઇન્કાર કરી દીધો હતો, જેથી ABVPના કાર્યકરો દ્વારા ધરણાં પ્રદર્શન કરતા હતા તે દરમિયાન NSUIના વ્રજ પટેલ, હરી ઓડ સહિતના કાર્યકરો આવી પહોંચ્યા હતા અને ધરણાં ઉપર કેમ બેઠા છો તેમ જણાવી હુમલો કર્યો હતો.

પોલીસની હાજરીમાં છુટ્ટા હાથની મારામારી

પોલીટેક્નિક કોલેજમાં થયેલા ઝઘડાની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, બંને જૂથના કાર્યકરો પોલીસની હાજરીમાં મારામારી ઉપર ઉતરી આવ્યા હતા, કાર્યકરોએ પોલીસ જીપનો ઘેરાવો કર્યો હતો તેમ છતાં પોલીસ પ્રેક્ષક બનીને તમાશો જોતી રહી હતી.

NSUIના બે કાર્યકરોની અયકાયત

સમગ્ર બનાવના પગલે મામલો ભારે ઉગ્ર બન્યો હતો, ત્યારે આખરે પોલીસે NSUIના બે કાર્યકરોની અટકાયત કરી હતી અને પોલીસ મથકે લઈ ગઈ હતી. બનાવને પગલે MS યુનિવર્સીટીનો વિજીલન્સનો સ્ટાફ પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

આ પણ વાંચો : સુરતની Vnsguમાં વિદ્યાર્થીઓને મારવાનો મામલો,આજે ફરી પછી ABVPતથા વિદ્યાર્થીઓ દ્વારા ઉગ્ર દેખાવ

આ પણ વાંચો : VNSGUમાં ઓનલાઇન પરીક્ષા લેવાની ABVP દ્વારા રજૂઆત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.