- ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ કાર્યવાહક સમિતિની કારોબારી બેઠક
- ચૂંટણી જાહેર કરવા માટે ઠરાવ
- રાજ્યભરના હોદ્દેદારો તેમજ શિક્ષણ જગતના અગ્રણીઓ હાજર
- શિક્ષકોના મહત્વના પ્રશ્નોનું નિરાકરણ
વડોદરા: જિલ્લાના સાવલી ખાતે સાવલી-ડેસર તાલુકા પ્રાથમિક શિક્ષક ક્રેડીટ મંડળી પાસે સાવલી હાઈસ્કૂલમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની કાર્યવાહક સમિતિની રાજ્યકક્ષાની કારોબારી સભા દિગ્વિજયસિંહ જાડેજા રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ ગુજરાત પ્રમુખના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં વડોદરા જિલ્લાના પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખો, પ્રધાનો ઉપસ્થિત રહ્યા હતા. કોરોના મહામારી સામે જંગ હારી દુનિયા છોડી ચૂકેલા લોકોના માનમાં બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. જે બાદ જ કારોબારીની બેઠકની શરૂઆત કરવામાં આવી હતી.
શિક્ષકોના પડતર પ્રશ્નોના નિવાકરણ માટે રાજ્ય સરકારને રજૂઆત
બેઠકમાં મુખ્યત્વે 4200 ગ્રેડ પે-એચ ટાટના આર.આર નિયમો નક્કી કરવા તેમજ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ પ્રધાનની ચૂંટણીની તારીખો નક્કી કરવા માટે, રાજ્યના શિક્ષકોને પડતી વિવિધ તકલીફો તેમજ શિક્ષકોને લગતા મહત્વના પ્રશ્નો ઉઠાવવા, તથા પડતર પ્રશ્નોના નિરાકરણ લાવવા માટે રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી હતી. તો આ સાથે વિવિધ ઠરાવો અને વિવિધ સલાહ સૂચનોને અમલ કરાવવા સાવલી ખાતે સંકલન સમિતિનું આયોજન કરવામાં આવ્યું હતું.
કોરોના માર્ગદર્શિકાનું પાલન બેઠકમાં કરાયું
જેમાં રાજ્યના શિક્ષક સંઘના અને પ્રાથમિક સંઘના કારોબારીના સભ્યો તેમજ જિલ્લા પ્રમુખો અને પ્રધાનો સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા. હાલમાં ચાલતી વૈશ્વિક કોરોનાની મહામારીના પગલે સોશિયલ ડિસ્ટન્સનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું.અંદાજીત 150 થી વધુ રાજ્ય શિક્ષક સંઘના હોદ્દેદારો હાજર રહ્યા હતા.જેમાં દિગ્વિજય સિંહ જાડેજા,સતિષભાઈ પટેલ, ગોકુલભાઈ પટેલ,,અરવિંદભાઈ ચાવડા,સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા.