- ડ્રેનેજની કામગીરી ગેસ લિકેજ થતાં મોટી દુર્ઘટના ટળી
- એક કલાક સુધી ગેસ વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી
- સમયસર કામગીરી કરતા વડોદરા શહેરમાં મોટી દુર્ઘટના થતાં ટળી
વડોદરા: ન્યુ VIP રોડ ખાતે મિલન પાર્ટી પ્લોટની બાજુમાં કોર્પોરેશનના ડ્રેનેજ વિભાગ દ્વારા લાઇન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે આજે બપોરે JCB મશીનથી કામગીરી કરવામાં આવી રહી હતી. ત્યારે જમીનની અંદરથી ગેસ વિભાગ દ્વારા જે લાઇન જતી હતી. તેમાં JCBના કારણે લાઈન તુટતાં ગેસ લીકેજ થયો હતો.
આ પણ વાંચો: ધનબાદના નિરસી વિસ્તારના પાવર સ્ટેશનમાં લાગી ભીષણ આગ
આખા વિસ્તારમાં એક કલાક સુધી ગેસનો પૂરવઠો ખોરવાયો
ગેસ લીકેજની ઘટના બનતા જ 50 ફૂટ ઊંચા સુધી ગેસ પ્રસર્યો હતો. ગેસ લીકેજની ઘટના બનતા જ ડ્રેનેજની કામગીરી કરનારા કોન્ટ્રાક્ટરના કર્મચારીઓ સ્થળ પરથી ભાગી ગયા હતા. ત્યારબાદ ગેસ વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળ પર પહોંચીને ગેસની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. એક કલાક સુધી ગેસ વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી હતી. આખા વિસ્તારમાં એક કલાક સુધી ગેસનો પૂરવઠો ખોરવાયો હતો. જેને લઈને ગૃહિણીને તકલીફ પડી હતી.
આ પણ વાંચો: કરચોંડ ગામે એક ગરીબ પરિવારના ઘરમાં લાગી આગ
કોન્ટ્રાક્ટરના માણસોને બેદરકારીના કારણે દુર્ઘટના ઘટી હતી
ડ્રેનેજ વિભાગની કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટરના માણસોને બેદરકારીના કારણે દુર્ઘટના ઘટી હતી. તેને લઈને ગેસ વિભાગના ડાયરેકટર દ્વારા ડ્રેનેજ વિભાગને નોટિસ આપવાનું નાટક પણ કરવામાં આવશે, પરંતુ માનીતા કોન્ટ્રાક્ટર હોવાના કારણે તેમની સામે કોઇપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે નહીં તે એક વાસ્તવિકતા છે. ગેસ લીકેજ થતા સમયસર કામગીરી કરતા વડોદરા શહેરમાં મોટી દુર્ઘટના થતાં ટળી હતી.