દિપક હુડ્ડા અને કૃણાલ પંડ્યા વચ્ચે થઇ બબાલ
કૃણાપે દિપકને કહ્યા અપશબ્દો
દિપક હુડ્ડાએ કર્યુ વોકઆઉટ
વડોદરાઃ BCCIની નેશનલ T-20 ટુર્નામેન્ટ સમયે બરોડાની ટીમના કેપ્ટન કૃણાલ પંડ્યા અને દિપક હુડ્ડા વચ્ચે રિલાયન્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પ્રેક્ટિસ દરમિયાન ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેથી દિપક હુડાએ વોકઆઉટ કર્યું હતું. આ અંગે BCAએ શિસ્ત ભંગના પગલાં લેવા અંગે જણાવ્યું છે.
કૃણાલ પંડ્યા અને દિપક હુડ્ડાનો શું હતો મામલો
શહેરના રિલાયન્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે બરોડા ટીમના કેપ્ટન કૃણાલ પંડ્યા અને વાઈસ કેપ્ટન દિપક હુડ્ડા વચ્ચે પ્રેક્ટિસ દરમિયાન ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ બોલાચાવી ફિલ્ડિંગને લઇે થઇ હતી. જેથી હુડ્સડા મેચ છોડીને બહાર નીકળી ગયો હતો.
દિપક હુડ્ડા વિરુદ્ધ શિસ્ત ભંગના પગલાં લેવાશેઃ BCA
રિલાયન્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પ્રેક્ટિસ દરમિયાન અને મુસ્તાક અલી ટ્રોફીની પ્રથમ મેચ પૂર્વે જ વડોદરાની ટીમના કેપ્ટન કૃણાલ પંડ્યા અને વાઇસ કેપ્ટન દિપક હુડ્ડા વચ્ચે શાબ્દિક બોલાચાલી બાદ BCAના સત્તાધીશો ચોંકી ઊઠયા હતા. જેના પગલે BCAના ટોચના સત્તાધીશોએ ઘટના બાબતે રિપોર્ટ મંગાવ્યો છે. આ સાથે જ BCA મીડિયા કમિટીના ચેરમેન સત્યજીત ગાયકવાડે આ સમગ્ર મામલે જણાવ્યું હતું કે, ટીમ મેનેજમેન્ટે રવિવારની ઘટનાનો રિપોર્ટ માંગ્યો છે. આ રિપોર્ટ પરથી દિપક હુડ્ડા કસુરવાર લાગી રહ્યો છે. જેથી BCA હુડ્ડા વિરુદ્ધ શિસ્તભંગના પગલાં લેશે.