વડોદરાઃ શહેરમાં વિવિધ ઝોનમાં 545 ઇમારતને સંપૂર્ણ ઉતારી લેવાની નોટિસ પાઠવવામાં આવી છે. જો કામગીરી નહીં થાય તો વરસાદના પગલે મોટી જાનહાનિની ભીતિ સેવાઇ રહી છે. જીપીએમસી એક્ટ હેઠળ નોટિસ (Notice under the GPMC Act) આપવામાં આવી છે. શહેરના 4 ઝોનમાં 1012 જેટલા જર્જરિત ઇમારતોને (Dilapidated Building in Vadodara) જોખમ ઘણી ચેતવણીના ભાગરૂપે નોટિસ ફટકારી છે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે પાલિકા તંત્ર દ્વારા નોટિસો આપવામાં આવે છે પરંતુ ચોક્કસથી કાર્યવાહી ન કરી એવા મકાનો ઉતારવામાં આવતા નથી અને ઇમારતો ધરાશાયી થતા નિર્દોષ લોકો એનો ભોગ બને છે.
આ પણ વાંચોઃ રખડતાં શ્વાનથી સાવધાન! જૂઓ 4 માસની બાળકીની શું કરી હાલત...
કરોડો રૂપિયાનો વેડફાટ છતાં પરિસ્થિતિ ત્યાંની ત્યાં- વડોદરા મહાનગરપાલિકા વિપક્ષ નેતા અમી રાવતે (Vadodara Municipal Corporation Leader of Opposition Ami Rawat) જણાવ્યું હતું કે કરોડો રૂપિયા ખર્ચીને વરસાદી સિઝન પહેલા પ્રિમોન્સૂનની કામગીરી (Premonsoon operations) કરવામા આવતી હોય છે.એમાં માત્ર જર્જરિત ઇમારતોને જીપીએમસી એક્ટ હેઠળ નોટિસ (Notice under the GPMC Act) આપી ફોરમાલિટી પુરી કરવામાં આવે છે પરંતુ યોગ્ય પગલાં લેવામાં આવતા નથી. કરોડો રૂપિયાના ઇજારાથી જર્જરિત મકાનો (Dilapidated Building in Vadodara) ઉતારી લેવામાં આવે છે પરંતુ સામે કેટલા મકાનો ઉતારાયા અને કેટલો ખર્ચ થયો છે તે એક તપાસનો વિષય છે. આમાં પણ ભ્રષ્ટાચાર થતો હોય તેવું કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ Alcohol seized in Vadodara: દિવા તળે અંધારું, પોલીસ સ્ટેશનની હદમાં જ...
પાલિકા તંત્રના સત્તાધીશ શું કહે છે- વડોદરા મહાનગરપાલિકા સ્થાયી સમિતિ અધ્યક્ષ(Chairman of Vadodara Municipal Corporation Standing Committee) ડો.હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડોદરા શહેરના વિવિધ ઝોનમાં નિર્ભયતા શાખા દ્વારા જર્જરિત ઇમારતોને જીપીએમસી એક્ટ હેઠળ નોટિસો (Notice under the GPMC Act) આપવામાં આવી છે. પરંતુ આ બાબતમાં એક વાત બહાર આવી છે કે મકાન મલિક અને ભાડુઆત લોકો વચ્ચેના પ્રશ્નોના કારણે મકાનો (Dilapidated Building in Vadodara) ઉતરતા નથી. આવનાર સમયમાં ખૂબ કડકાઇથી કામ કઈ રીતે થઈ શકે તે બાબતે ચર્ચા કરવામાં આવી રહી છે અને આવનાર સમયમાં જરૂરી પગલાં લેવામાં આવશે.